JEE Exam 2021 Postponed: કોરોનાના કારણે વધુ એક પરીક્ષા પાછળ ઠેલાઈ, જાણો મોટા સમાચાર
હવે જેઈઈ મેઈન 2021ની પરીક્ષા પાછળ ઠેલવામાં આવી છે. પહેલા આ પરીક્ષા 27, 28 અને 30 એપ્રિલે યોજાનારી હતી.
JEE Exam 2021 Postponed: કોરોના વાયરસના (Coronavirus) કારણે પરીક્ષા રદ્દ કે પાછી ઠેલાવાનો (Exam 2021) સિલસિલો ચાલુ જ છે. હવે જેઈઈ મેઈન 2021ની JEE (Main) 2021 પરીક્ષા પાછળ ઠેલવામાં આવી છે. પહેલા આ પરીક્ષા 27, 28 અને 30 એપ્રિલે લેવાનારી હતી. નવી તારીખો પરીક્ષાના 15 દિવસ પહેલા જાહેર કરશે. ફેબ્રુઆરી અને માર્ચના પ્રથમ બે સેશન પૂરા થઈ ગયા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કહ્યું કે, નવી તારીખોની જાહેરાત પરીક્ષા યોજવાના 15 દિવસ પહેલા કરાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. તેમણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને જોતાં એનટીએને પરીક્ષા સ્થગિત કરવાનું સૂચન કર્યુ હતું.
શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યુ કે જે સ્ટુડન્ટ્સે એપ્રિલ સેશનની એક્ઝામ માટે એપ્લાય કર્યુ છે તેઓ એક્ઝામની નવી ડેટ્સ સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકશે.
વધુ એક રાજ્યએ ધો.10ની પરીક્ષા રદ્દ કરી
કોરોનાના કહેરને લઈ અનેક રાજ્યો બોર્ડની પરીક્ષા રદ્દ અથવા તો પાછળ ધકેલી ચુક્યા છે. ઉત્તરાખંડના શિક્ષણ મંત્રી અરવિંદ પાંડેએ કહ્યું કે, કોવિડ-19ના કેસ વધતાં રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10ની પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે. જ્યારે ધો.12ની પરીક્ષા તારીખો પછીથી જાહેર કરાશે.
Education Loan Information:
Calculate Education Loan EMI