શોધખોળ કરો
Advertisement
JharkhandExitPoll: રાજ્યમાં કોની બનશે સરકાર ? જાણો તમામ એક્ઝિટ પોલના આંકડા
ઝારખંડમાં 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 44, જેએમએમને 16, કૉંગ્રેસને 6 બેઠકો મળી હતી.
નવી દિલ્હી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો લાગી શકે છે. પાંચમાં અને અંતિમ તબક્કના મતદાન બાદ તમામ સર્વેમાં ભાજપ ફરી સત્તામાં નહી આવી શકે. ઝારખંડ મુક્તિ મોરચો અને કૉંગ્રેસ મળી સરકાર બનાવી શકે છે. 81 સદસ્યોની ઝારખંડ વિધાનસભામાં હેમંત સોરેનની આગેવાનીમાં સરકાર બનતી જોવા મળી રહી છે. જો આમ થશે તો મહારાષ્ટ્ર બાદ બીજુ રાજ્ય હશે જે ભાજપના હાથમાંથી સત્તા જશે.
2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 44 બેઠકો મળી હતી. બાદમાં રધુવર દાસના નેતૃત્વમાં રાજ્યમાં ભાજપે સરકાર બનાવી હતી. આજતક એક્સિસ માય ઈન્ડિયા અનુસાર જેએમએમ અને કૉંગ્રેસને 31થી 39 બેઠકો મળી શકે છે. જ્યારે ભાજપને 28થી 36 બેઠકો મળી શકે છે. ભાજપથી અલગ થઈ ચૂંટણી લડનાર આજસૂને 3થી 5 બેઠકો મળી શકે છે.
આજતક એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ
ભાજપ 22-32
જેએમએમ કૉંગ્રેસ 38-50
જેવીએમ 02-04
આજસૂ 03-05
અન્ય 04-07
કશિશ ન્યૂઝ એક્ઝિટ પોલ
ભાજપ 25-30
જેએમએમ કૉંગ્રેસ 37-49
આજસૂને 02-04
અન્ય 02-04
આઈએએનએસ એબીપી-સી વોટર એક્ઝિટ પોલ
ભાજપ 32
જેએમએમ કૉંગ્રેસ 35
આજસૂ 05
અન્ય 09
ઝારખંડમાં 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 44, જેએમએમને 16, કૉંગ્રેસને 6 બેઠકો મળી હતી. આજસૂને 3 અને બાબૂલાલ મરાંડીની પાર્ટી જેવીએમને 2 બેઠકો પર જીત મળી હતી. બાદમાં ભાજપે રધુવર દાસના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. આ ઝારખંડના 19 વર્ષના ઈતિહાસમાં પ્રથમ પાંચ વર્ષ ચાલનારી સરકાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion