શોધખોળ કરો
ઝારખંડ ચૂંટણીઃ આજે ચોથા તબક્કાનુ મતદાન, પીએમ મોદીએ અપીલ કરી- મતદાન જરૂર કરો
મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ચૂક્યુ છે, જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ તબક્કામાં 23 મહિલાઓ સહિત કુલ 221 ઉમેદવારો મેદાનમાં છે
![ઝારખંડ ચૂંટણીઃ આજે ચોથા તબક્કાનુ મતદાન, પીએમ મોદીએ અપીલ કરી- મતદાન જરૂર કરો jharkhand assembly election phase 4 starts ઝારખંડ ચૂંટણીઃ આજે ચોથા તબક્કાનુ મતદાન, પીએમ મોદીએ અપીલ કરી- મતદાન જરૂર કરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/16084715/Matdanaa-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાંચીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે આજે ચોથા તબક્કાનુ મતદાન શરૂ થઇ ચૂક્યુ છે. આ તબક્કામાં રાજ્યની 15 વિધાનસભા બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જેમાં દેવધર(સુ), જમુઆ (સુ), ચંદનકિયારી (સુ), મધુપુર, બાગોદર, ગાન્ડેય, ગિરીડીહ, ડુમરી, બોકારી, સિન્દ્રી, નિરસા, ધનબાદ, ઝરિયા, ટુંડી અને વાઘમારા બેઠક સામેલ છે.
મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઇ ચૂક્યુ છે, જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ તબક્કામાં 23 મહિલાઓ સહિત કુલ 221 ઉમેદવારો મેદાનમાં છે. સૌથી વધુ 25 ઉમેદવારો બોકારો બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે, વળી સૌથી ઓછા ઉમેદવારો (8) નિરસા બેઠક પર કિસ્મત અજમાવી રહ્યાં છે.
આ તબક્કામાં 22,44,134 મહિલાઓ સહિત કુલ 47,85,009 મતદારો છે. બીજેપીએ આ બધી 15 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. ઉપરાંત રાજ્યમાં આજસૂ પાર્ટી, બસપા, ઝારખંડ વિકાસ મોર્ચા (લોકતાંત્રિક), સમાજવાદી પાર્ટી, માર્કસિસ્ટ કો-ઓર્ડિનેશન કમિટી, એલજેપી અને આપ મેદાનમાં છે.
પીએમ મોદીએ મતદાન કરવાની અપીલ કરી....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના લોકોને આજે વધુમાં વધી મતદાન કરવાની અપીલ કરી છે. તેમને ટ્વીટ કરીને કહ્યું કે, ''ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં આજે ચોથો તબક્કાનુ મતદાન છે, બધા મતદારોને મારુ નિવેદન છે કે પોતાનો મત અવશ્ય આપો, લોકતંત્રના આ પાવન પર્વના ભાગીદાર બનો.''
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)