શોધખોળ કરો
Advertisement
ઝારખંડ વિધાનસભા ચૂંટણી: બીજા તબક્કામાં 20 બેઠકો પર 62 ટકા મતદાન
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા 20 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું.
નવી દિલ્હી: ઝારખંડમાં આજે વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 20 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. બીજા તબક્કામાં 62.24 ટકા મતદાન નોંધાયું છે. હિંસાની એક ઘટનાને બાદ કરતા તમામ સીટો પર લગભગ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે દૂરના કેટલાક વિસ્તારના મતદાનના આંકડા પ્રાપ્ત થયા નથી. મતદાનની ટકાવારીમાં વધારો થઈ શકે છે.
જે બેઠકો પર મતદાન થયું તે બેઠકો- બહરાગોડા,ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, જમશેદપુર પૂર્વ, જમશેદપુર વેસ્ટ, સરાયકેલા, ખરસાવા, ચાઈબાસા, મઝગાંવ, જગન્નાથપુર, મનોહરપુર, ચક્રધરપર, તમાડ, માંડર, તોરપા, ખુંટી, સિસઈ,સિમડેગા અને કોલેબિરા. બીજા તબક્કાના મતદાનમાં મુખ્યમંત્રી રધુબર દાસ જમશેદપુર પૂર્વ બેઠક પરથી મેદાનમાં છે.
વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 13 બેઠકો પર 64.44 ટકા મતદાન થયું હતું. મુખ્યમંત્રી રઘુવર દાસ, સરયૂ રાય, બીજેપી પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા, સ્પીકર દિનેશ ઉરાંવ, મંત્રી નીલકંઠ સિંહ મુંડા, પૂર્વ મંત્રી રાજા પીટર અને પૂર્વ નક્સલી કુંદન પાહની કિસ્મત બીજા તબક્કામાં દાવ પર છે. બીજા તબક્કામાં 231 પુરૂષ અને 29 મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. જેમાં ભાજપના 20, કૉંગ્રેસના 6,ઝામુમોના 14 અને ઝારખંડ વિકાસ મોર્ચાના 20 અને અન્ય પ્રમુખ પક્ષોમાં સામેલ બસપાના 14, માકપા અને ભાકપાના 3, રાંકપા 1, તૃણમૂલ કૉંગ્રેસના પાંચ અને 71 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કાનું મતદાન આજે 7 ડિસેમ્બરે છે. ત્રીજા તબક્કાનું મતદાન 12 ડિસેમ્બરે, 16 ડિસેમ્બરે ચોથા તબક્કાનું મતદાન અને 20 ડિસેમ્બરે પાંચમાં અને છેલ્લા તબક્કાનું મતદાન થશે અને 23 ડિસેમ્બરે મતગણતરી થશે.Jharkhand: People cast their votes at a polling station in Chaibasa as the state undergoes second phase of assembly elections today. #JharkhandElection2019 pic.twitter.com/SE7MUSNkGM
— ANI (@ANI) December 7, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion