શોધખોળ કરો
Advertisement
J&K: હંદવાડામાંથી પકડાયુ લશ્કર-એ-તૈયબાનુ આતંકી મૉડ્યૂલ, ડ્રગ્સ અને મોટા પ્રમાણમાં રૂપિયા જપ્ત
હંદવાડા પોલીસે પકડેલા લશ્કરના ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના હંદવાડામાંથી લશ્કર-એ-તૈયબાના આતંકીને પકડી પાડવામાં આવ્યુ છે, જેમની પાસેથી ડ્રગ્સ અને મોટા પ્રમાણમાં રૂપિયાને જપ્ત કરવામાં આવ્યા છે. કાશ્મીર પોલીસે ઘાટીમાં સક્રિય નાર્કો ટેરર મૉડ્યૂલનો પર્દાફાશ કરી દીધો છે.
મળેલા રિપોર્ટ પ્રમાણે, પોલીસે નશાના વેપાર કરીને કાશ્મીરમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહેલા આતંકીવાદી સંગઠનના બહુજ મોટા કાવતરાને નિષ્ફળ બનાવી લીધુ છે. માહિતી પ્રમાણે પોલીસે 21 કિલોગ્રામ હેરોઇન, 1.34 કરોડ રૂપિયાની રોકડ સાથે લશ્કર-એ-તૈયબાના ત્રણ સહયોગીઓને પણ પકડી લીધા છે.
પોલીસ સુત્રો અનુસાર, આજે વીરવાર 11 જૂને હંદવાડા પોલીસને ઉત્તરીય કાશ્મીરમાં એક્ટિવ બહુજ મોટા નાર્કો ટેરર મૉડ્યૂલ વિશે બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસની ટીમે એકાએક દરોડા પાડ્યા, આ દરમિયાન તેમની ટીમે લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓને પકડી પાડ્યા હતા, અને તેમની પાસેથી 21 કિલોગ્રામ હેરોઇન અને 1.34 કરોડ રૂપિયાના મૂલ્યની ભારતીય રોકડ રકમ પણ જપ્ત કરી હતી.
એસપી હંદવાડાએ કહ્યું કે ત્રણેય આતંકીઓની આળખ કરી લેવામાં આવી છે, મુખ્ય આરોપી ઇફ્તિખાર ઇન્દ્રાબી છે, જે એક કુખ્યાત ડ્રગ તસ્કર છે. તેની વિરુદ્ધ એફઆઇઆર નોંધાયેલી છે. બીજો શખ્સ તેનો જમાઇ મોમિન પીર અને ત્રીજો શખ્સ ઇકબાલ-ઉલ-ઇસ્લામ છે. આ મૉડ્યૂલમાં ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
હંદવાડા પોલીસે પકડેલા લશ્કરના ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement