Delhi Weather: દિલ્હીમાં 7 જુલાઈ રહ્યો દાયકાનો સૌથી ગરમ દિવસ, હવામાન વિભાગે બહાર પાડ્યું યલો એલર્ટ
જોકે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.
દિલ્હીમાં ઘણાં દિવસથી લોકો ગરમાથી પરેશાન છે. પરંતુ સાત જુલાઈનો દિવસ વિતેલા એક દાયકામાં સૌથી ગરમ દિવસ રહ્યો છે. બુધવારે રાજધાનીમાં મહત્તમ તાપમાન સામાન્ય તાપમાન કરતાં છ ડિગ્રી વધારે એટલે કે 42.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે લઘુતમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી વધારે 29.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
જ્યારે આ દરમિયાન હવાનું સ્તર વધુમાં 71 અને લઘુત્તમ 32 ટકા રહ્યુ. જ્યારે વર્ષ 2011માં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યાર બાદ ગઈકાલનો દિવસ દાયકાનો સૌથી ગરમ 7 જુલાઈ રહ્યો હતો, પરંતુ હવે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દિલ્હી-એનસીઆરમાં વરસાદની આગાહી કરી છે.
સાથે જ આ સપ્તાહ માટે યલો અલર્ટ બહાર પાડવામાં આવ્યું છે. જાણકારી અનુસાર 7 જુલાઈના રોજ દિલ્હીમાં ભેજનું પ્રમાણું ઘણું વધારે જોવા મળ્યું હતું, જેના કારણે પસીનાથી લોકોની હાલત બગડી ગઈ હતી. કહેવાય છે કે, વિતેલા 15 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે મોનસૂન આટલા વિલંબથી આવી રહ્યું છે. આ જા કારણે વરસાદના દિવસોમાં દિલ્હીમાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે.
દિલ્હીમાં વિલંબથી આવી રહ્યું છે મોનસૂન
જાણકારો અનુસાર વર્ષ 2006માં મોનસૂનની શરૂઆત 9 જુલાઈથી થઈ હતી. જ્યારે વિતેલા વર્ષે દિલ્હીમાં મોનસૂન 25 જૂનથી જ આવી ગયું હતું, પરંતુ આ વખતે હવામાન વિભાગ અનુસાર સતત ચાલી રહેલ પશ્ચિમી હવાઓને કારણે દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હરિયાણામાં વરસાદની ઘટ પડી રહી છે.
દિલ્હીમાં આ સપ્તાહે યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગ અસાર બુધવાર બાદ સામાન્ય વરસાદ અને ભારે પવનની આશા છે. માટે હવામાન વિભાગે આ સપ્તાહ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આ સપ્તાહમાં દિલ્હીમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
ખેડૂતો માટે રાહતના સમાચાર, આ તારીખથી મનમૂકીને વરસશે મેઘરાજા, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
દ્વારકા જિલ્લાના ખેડૂતોની કફોડી સ્થિતિ, વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ