શોધખોળ કરો
Advertisement
વિકાસ દુબેની માતાએ કહ્યું- મરી જાય તો પણ વાંધો નહીં, જીજાએ કહ્યું- એન્કાઉન્ટર કરી દે પોલીસ
વિકાસ દુબેની માતા સરલા દેવીએ કહ્યું, તે મરી જાય તો પણ ચિંતા નથી. વિકાસના કારણે અમારી ઘણી બદનામી થઈ છે.
કાનપુરઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં પોલીસ ટીમ પર હુમલો કરી આઠ પોલીસકર્મીની હત્યા કરનારો વિકાસ દુબે 72 કલાક બાદ પોલીસ પકડથી દૂર છે. ઉત્તર પ્રદેશ પોલીસે વિકાસને પકડવા બે ડઝન જેટલી ટીમ તૈયાર કરી છે.
વિકાસ દુબેની માતા સરલા દેવીએ કહ્યું, તે મરી જાય તો પણ ચિંતા નથી. વિકાસના કારણે અમારી ઘણી બદનામી થઈ છે. તેણો પોલીસને મારીને ઘણું ખોટું કર્યુ છે. જેણે જેવું કર્યુ તેવું ભોગવશે. સરકાર અને પોલીસને જેમ કરવું હોય તેમ કરે. વિકાસના ઘર સાથે તેમનો કોઈ સબંધ નથી.
સરલા દેવીએ જણાવ્યું, વર્ષો પહેલા વિકાસનું એક્સિડેન્ટ થયું હતું. જેમાં તેના બંને પગમાં સળિયા નાંખવા પડ્યા હોવાથી તે ઝડપથી ભાગી શકતો નથી. વિકાસ તેના બાળકો અંગે તો વિચાર કરવો જોઈતો હતો. વિકાસના બે બાલકો છે. જેમાં એક વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે અને બીજો વિકાસની પત્ની સાથે રહે છે.
વિકાસના જીજાએ કહ્યું, આવા વ્યક્તિને જીવન જીવવાનો અધિકાર નથી, પોલીસે તેનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement