શોધખોળ કરો

Karnataka CM Basavaraj Corona Positive: કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ  થયા કોરોનાથી સંક્રમિત

ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્રીજી લહેરમાં અનેક રાજનેતાઓ, સેલેબ્સ પણ ઝપેટમાં આવી ચુક્યા છે.  આ દરમિયાન આજે વધુ એક નેતા કોરોનાથી સંક્રમિત થયા છે.

ભારતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્રીજી લહેરમાં અનેક રાજનેતાઓ, સેલેબ્સ પણ ઝપેટમાં આવી ચુક્યા છે.  આ દરમિયાન આજે વધુ એક નેતા કોરોનાથી સંક્રમિત થયા છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ  કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વિટ કરી કહ્યું  "મારી તબિયત ઠીક છે, હું હોમ ક્વોરેન્ટાઇનમાં છું". 

આ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર કોરોના સંક્રમિત થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સવારે એન્ટિજેન ટેસ્ટમાં સીએમ નેગેટિવ આવ્યા હતા. તે જ સમયે RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે રિપોર્ટ આવ્યા બાદ ખબર પડી છે કે તે કોરોના પોઝિટિવ છે.

આજે બપોરે સમાચાર આવ્યા કે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતાના સંપર્કમાં આવનારા લોકોને ટેસ્ટ કરાવવા સૂચના આપી છે. તેમણે ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટીવ આવ્યા અંગેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, હું આજે હળવા લક્ષણો સાથે કોરોના માટે પોઝિટિવ આવ્યો છું. હું હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છું. હું દરેકને વિનંતી કરું છું કે જેઓ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાને અલગ રાખે અને પરીક્ષણ કરાવે.

દેશમાં કોરોનાના કેસ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે. કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે.

જો કે, અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 172 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે. ઓમિક્રોનના વધતા જોખમ અને કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 151 કરોડ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે દેશમાં કુલ 13 લાખ 52 હજાર 717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે ગઈકાલ સુધીમાં 69 કરોડ 15 લાખ 75 હજાર 352 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સોમવારે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય પ્રધાનો સાથે કોવિડ કેસોની સંખ્યામાં તીવ્ર વધારો વચ્ચે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વાતચીત કરશે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રધાનો ડિજિટલ માધ્યમ દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના આરોગ્ય પ્રધાનો સાથે વાતચીત કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget