શોધખોળ કરો

હાઈકોર્ટના જજે મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન કહ્યું, સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી, માંગ્યો જવાબ

કર્ણાટક હાઈકોર્ટના જજ જસ્ટિસ સી શ્રીસાનંદાએ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન કહ્યું હતું. SC માં 5 જજોની બેંચે આ બાબતે સંજ્ઞાન લીધું છે.

સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના એક જજની ટિપ્પણી પર સ્વયં સંજ્ઞાન લીધું છે. કર્ણાટક હાઈકોર્ટના જજે એક કેસની સુનાવણી દરમિયાન બેંગલુરુના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ મામલે કર્ણાટક હાઈકોર્ટ પાસેથી જવાબ માંગ્યો છે. બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર, CJI જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ રાજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઋષિકેશ રૉયની બેન્ચે આ અંગે કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. બેન્ચે કહ્યું, અમારું ધ્યાન ન્યાયિક સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ વી શ્રીશાનંદ દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ તરફ આકર્ષિત થયું છે. અમે AG અને SG પાસેથી સલાહ માંગી છે. અમે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને કોર્ટને એક રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે.

જસ્ટિસ શ્રીશાનંદના બે વીડિયો વાયરલ

લાઇવ લૉના રિપોર્ટ અનુસાર, કર્ણાટક હાઈકોર્ટના જજ જસ્ટિસ શ્રીશાનંદના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં તેઓ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. આમાં એકમાં તેઓ બેંગલુરુના મુસ્લિમ બહુમતી વિસ્તારને મિની પાકિસ્તાન કહેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજા વીડિયોમાં તેઓ મહિલા વકીલ પર અસંવેદનશીલ ટિપ્પણી કરતા જોવા મળી રહ્યા છે. વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે પણ આ વીડિયો શેર કર્યો છે.

સોશિયલ મીડિયાના યુગમાં અમારા પર કડક નજર રખાય છે - CJI

CJI ચંદ્રચૂડે જજની ટિપ્પણી પર સંજ્ઞાન લેતા એટોર્ની જનરલ આર વેંકટરમણીને કહ્યું, અમે કેટલાક મૂળભૂત માર્ગદર્શિકા નક્કી કરી શકીએ છીએ. આ દરમિયાન CJIએ કહ્યું, સોશિયલ મીડિયાના આ યુગમાં, અમારા પર કડક નજર રખાય છે અને અમારે તે અનુસાર કાર્ય કરવું જોઈએ.

હવે આ અરજી પર આગામી સુનાવણી બુધવારે થશે. સોશિયલ મીડિયા પર ફરતી કોર્ટની કાર્યવાહીના એક વીડિયોમાં, ન્યાયાધીશ એક મહિલા વકીલને ઠપકો આપતા અને ગુરુવારે કથિત રીતે કેટલીક વાંધાજનક ટિપ્પણી કરતા જોઈ શકાય છે.

આ પણ વાંચોઃ

બંગાળમાં હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2 દર્દીના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કરાશે  બ્લેકલિસ્ટ? આજે આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક

Election Live Update: વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં શરૂઆતના બે કલાકમાં 14.25 ટકા મતદાન

By Election Voting: દેશના 11 રાજ્યોની 31 બેઠકો પર આજે પેટાચૂંટણી, પ્રિયંકા ગાંધીની પ્રતિષ્ઠા દાવ પર

salary account: જો તમે નોકરી બદલો છો તો તમારા જૂના સેલેરી એકાઉન્ટનું શું થાય છે? જાણો તેના ફાયદા-નુકસાન

ABP Premium

વિડિઓઝ

Vav Bypoll Election Voting:ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ, વહેલી સવારથી વોટિંગ કરવા ઉમટ્યા મતદારોSwarupji Thakor: BJP: ‘7 વર્ષથી ભાજપ ના આવવાના કારણે...’ વોટિંગ પહેલા આ શું બોલ્યા સ્વરૂપજી?Gulabsinh Rajput: Vav Bypoll Election 2024: ‘કોઈ ત્રિપાંખિયો જંગ નથી.. એક જ કોંગ્રેસ જ જીતવાની’Vav Bypoll Election 2024: Voting Updates : વાવ બેઠક પર મતદાન શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2 દર્દીના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કરાશે  બ્લેકલિસ્ટ? આજે આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક
2 દર્દીના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલને કરાશે બ્લેકલિસ્ટ? આજે આરોગ્ય મંત્રીની અધિકારીઓ સાથે બેઠક
Election Live Update: વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં શરૂઆતના બે કલાકમાં 14.25 ટકા મતદાન
Election Live Update: વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં શરૂઆતના બે કલાકમાં 14.25 ટકા મતદાન
By Election Voting: દેશના 11 રાજ્યોની 31 બેઠકો પર આજે પેટાચૂંટણી, પ્રિયંકા ગાંધીની પ્રતિષ્ઠા દાવ પર
By Election Voting: દેશના 11 રાજ્યોની 31 બેઠકો પર આજે પેટાચૂંટણી, પ્રિયંકા ગાંધીની પ્રતિષ્ઠા દાવ પર
salary account: જો તમે નોકરી બદલો છો તો તમારા જૂના સેલેરી એકાઉન્ટનું શું થાય છે? જાણો તેના ફાયદા-નુકસાન
salary account: જો તમે નોકરી બદલો છો તો તમારા જૂના સેલેરી એકાઉન્ટનું શું થાય છે? જાણો તેના ફાયદા-નુકસાન
Jharkhand Assembly Election:  ઝારખંડમાં 43 બેઠકો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન, 683 ઉમેદવારો મેદાનમાં

Gujarat: રાજ્ય સરકારનો શિક્ષકો માટે મહત્વનો નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા, જાણો શેના આધારે મળશે ટ્રાન્સફર

લાતુરમાં નીતિન ગડકરીના હેલિકોપ્ટરની ચૂંટણી પંચે કરી તપાસ, BJPના સમર્થનમાં પ્રચાર કરવા આવ્યા હતા કેન્દ્રિય મંત્રી

US: એલન મસ્ક અને વિવેક રામાસ્વામીને રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપી મોટી જવાબદારી, DOGEનું કરશે નેતૃત્વ

Embed widget