માત્ર દારૂની ગંધ આવવાથી વ્યક્તિએ નશો કર્યો છે તેમ ન કહી શકાયઃ હાઈકોર્ટનો મોટો ચુકાદો
Kerala High Court: હાઈકોર્ટે આદેશમાં કહ્યું, કોઈપણ જાતના ઉપદ્રવ કે કોઈને પરેશાન કર્યા વગર ખાનગી સ્થળે દારૂ પીવો કોઈ અપરાધ અંતર્ગત આવતું નથી. માત્ર દારૂની ગંધ આવવાથી વ્યક્તિ નશામાં છે તેમ ન કહી શકાય.
નવી દિલ્હીઃ કેરળ હાઈકોર્ટે એક ફેંસલામાં કહ્યું છે કે માત્ર દારૂની ગંધ આવવાનો મતલબ વ્યક્તિએ નશો કર્યો છે તેમ ન કરી શકાય. આ ટિપ્પણી સાથે હાઇકોર્ટે એક સરકારી કર્મચારી સામેનો મામલો ફગાવી દીધો હતો.જજ સોફી થોમસે સલીમ કુમાર (ઉ.વ.38) સામે નોંધાયેલી એફઆઈઆર રદ્દ કરતાં કહ્યું કે, ખાનગી સ્થળ પર કોઈને પરેશાન કર્યા વગર દારૂ પીવો કોઈ ગુનો નથી.
હાઇકોર્ટે શું કહ્યું આદેશમાં
હાઈકોર્ટે આદેશમાં કહ્યું, કોઈપણ જાતના ઉપદ્રવ કે કોઈને પરેશાન કર્યા વગર ખાનગી સ્થળે દારૂ પીવો કોઈ અપરાધ અંતર્ગત આવતું નથી. માત્ર દારૂની ગંધ આવવાથી વ્યક્તિ નશામાં છે તેમ ન કહી શકાય. ગ્રામ સહાયક સલીમ કુમાર સામે પોલીસે 2013માં આ મુદ્દે એફઆઈઆર દાખલ કરી હતી.
કોણે કરી હતી અરજી
પોલીસે સલીમ કુમાર સામે કેરળ પોલીસ અધિનિયમની કલમ 118 (એ) અંતર્ગત મામલો નોંધ્યો હતો. પોલીસે કહ્યું હતું કે, જ્યારે તેમણે એક આરોપીની ઓળખ કરવા બોલાવ્યો ત્યારે શરાબના નશામાં હતો. જેને લઈ સલીમ કુમારે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે, મને પોલીસે સાંજે સાત વાગ્યો એક આરોપીની ઓળખ કરવા બોલાવ્યો હતો.
સલીમ કુમારે પોતાની અરજીમાં કહ્યું કે, આરોપી મારા માટે અજનબી હતો તેથી હું તેની ઓળખ કરી શક્યો નહોતો. માત્ર આના આધારે પોલીસે મારી સામે કેસ નોંધ્યો હતો. કેરળ પોલીસની કલમ 118(એ) જાહેર આદેશ કે ખતરાના ઉલ્લંઘન કરવા માટે દંડ સંબંધિત છે. અદાલતે કહ્યું કે, પોલીસના બોલાવવાથી કે પોલીસ સ્ટેશન આવ્યો હતો.
કોર્ટે કયા સંજોગોમાં દંડ થઈ શકે તેમ કહ્યું
કોર્ટે એમ પણ કહ્યું કે, કેરળ પોલીસની આ કલમ મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ જાહેર સ્થળ પર નશામાં મળી આવે કે ઉત્પાત મચાવત હોય અને ખુદને સંભાળવામાં અસક્ષમ હોય ત્યારે જ કોઈને દંડ કરી શકાય છે. ઉપરાંત અદાલતે એમ પણ કહ્યું, ઉપલબ્ધ રેકોર્ડ એમ નથી દર્શાવતો કે અરજીકર્તાને તીબીબી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો અથવા તેના લોહીની તપાસ કરવામાં આવી હતી.