શોધખોળ કરો

કેરળમાં કોરોના કેસોનો રાફડો ફાટતા લગાવી દેવાયું બે દિવસનું સંપૂર્ણ લોકડાઉન, કેન્દ્ર સરકારે શું આપી સૂચના?

ANIએ કરેલા દાવા પ્રમાણે, તાજેતરમાં કેરળમાં જોવા મળેલ "સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ" પર કેન્દ્રીય આરોગ્ય સેક્રેટરી રાજેશ ભૂષણે કેરળ સરકારને પત્ર લખ્યો છે. COVID માર્ગદર્શિકાઓને યોગ્ય રીતે અનુસરવાની જરૂર છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે. દેશના કેરળ રાજ્યએ બે દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આગામી 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. ત્યારે ન્યૂઝ એજન્સી એએનઆઇએ સૂત્રોના હવાલાથી સમાચાર સાપ્યા છે કે, તાજેતરમાં થયેલી સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ અંગે કેન્દ્રીય આરોગ્ય વિભાગે રાજ્ય સરકારને કોરોનાની ગાઇડલાનનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપી છે.

એએનઆઇએ કરેલા દાવા પ્રમાણે, તાજેતરમાં કેરળમાં જોવા મળેલ "સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ" પર કેન્દ્રીય આરોગ્ય સેક્રેટરી રાજેશ ભૂષણે કેરળ સરકારને પત્ર લખ્યો છે.  આરોગ્ય સચિવે ઉલ્લેખ કર્યો છે કે COVID માર્ગદર્શિકાઓને યોગ્ય રીતે અનુસરવાની જરૂર છે. સામૂહિક/સામાજિક મેળાવડા માર્ગદર્શિકાઓનું પાલન કડક રીતે અમલમાં મૂકવું જરૂરી છે, તેમ એએનઆઇને સૂત્રો દ્વારા જણાવાયું છે. 

નોંધનીય છે કે, રાજ્યમાં સતત બીજા દિવસે 20,000થી વધારે કોરોનાના નવા કેસ આવતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. એએનઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 43,509 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં અત્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસ 4,03,840 છે. તેમજ ભારતનો રિકવરી રેટ 97.38% છે, તેમ હેલ્થ અને ફેમિલી વેલ્ફેર મિનિસ્ટ્રી તરફથી જણાવવામાં આવ્યું હતું. 

કેરળમાં બકરી ઇદની ઉજવણી પછી કોરોના કેસમાં એકદમ ઉછાવ્યો આવ્યો છે. દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, ત્યારે કેરળમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે આ કોરોનાની તીજી લહેરના ભણકારા તો નથી ને. દેશમાં આવી રહેલા કેસોમાંથી 50 ટકા કેરળના છે. બુધવારે સતત બીજા દિવસે કોરોનાના 22 હજાર કેસ કેરળમાં નોંધાયા છે. 

કેરળમાં બુધવારે કોરોનાના 22,056 નવા કેસ નોંધાયા હતા. આ સાથો કોરોનાના કુલ કેસોની સંખ્યા 33,27,301 થઈ ગયા છે. જ્યારે 131 લોકોના મોત સાથે કોરોનાથી કુલ 16,457 લોકોના મોત થયા છે. મંગળવારે  22,129 કોરોનાના કેસ નોંધાયા હતા. તેના આગલા દિવસે 17,761  કેસ નોંધાયા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget