ખેડૂત આંદોલન સફળ થશે ત્યારે જ ઘરે પરત ફરીશઃ રાકેશ ટિકૈતનો હુંકાર
મંચ પરથી ટિકૈતે કહ્યું કે, મોદી-યોગી સરકાર જૂઠી છે. ખેડૂતોની આવક બમણી નથી થઈ. જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી દિલ્હીમાં આંદોલન ચાલુ રહેશે.
મુઝફ્ફરનગરઃ કૃષિ કાનૂન સામે ખેડૂલ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે મુઝફ્ફરનગરમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરાયું છે. કિસાન સંગઠન દ્વારા છેલ્લા 9 મહિનામાં અત્યાર સુધીની સૌથી મોટી મહાપંચાયત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે મહાપંચાયતમાં આવીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ કરી કે જ્યાં સુધી આંદોલન સફળ નહીં થાય ત્યાં સુધી ઘરે નહીં જાય.
મંચ પરથી ટિકૈતે કહ્યું કે, મોદી-યોગી સરકાર જૂઠી છે. ખેડૂતોની આવક બમણી નથી થઈ. ખેડૂતોને શેરડીના ભાવ 430 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નથી મળ્યા, જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી દિલ્હીમાં આંદોલન ચાલુ રહેશે. સમગ્ર દેશમાં સંયુક્ત મોરચો આંદોલન કરશે અને જ્યાં સુધી આંદોલન સફળ નહીં થાય ત્યાં સુધી ઘરે પરત નહીં ફરું. તેમણે એમ પણ કહ્યું કે, હવે આ મિશન ઉત્તર પ્રદેશ નહીં પણ મિશન ભારત છે. આપણે ભારતનું બંધારણ બચાવવાનું છે. મોદી સરકાર અને યોગી સરકાર વીજળી, એરપોર્ટ બધું વેચવાની તૈયારી કરી રહી છે.
We take a pledge that we'll not leave the protest site there (at Delhi borders) even if our graveyard is made there. We will lay down our lives if needed, but will not leave the protest site until we emerge victorious: BKU (Arajnaitik) leader Rakesh Tikait at Kisan Mahapanchayat https://t.co/9v8dekM3vB pic.twitter.com/1pbp5ikQ8P
— ANI UP (@ANINewsUP) September 5, 2021
વોટ બંધી કરીને મોદી-યોગીને હરાવોઃ મેધા પાટકર
મહાપંચાયતમાં આવેલી મેધા પાટકરે કહ્યું કે, આપણે વોટ પર ચોટ કરવી પડશે. મોદીએ નોટબંધી કરી હતી. આપણે વોટબંધી કરીને મોદી-યોગીને હરાવવાના છે.