શોધખોળ કરો

Uttarakhand New CM: ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી કોણ છે ? જાણો કેવી રીતે આવ્યા હતા ચર્ચામાં

પુષ્કર સિંહ ધામી એક યુવા નેતા છે અને હાલમાં તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. ધામી ખટીમા વિધાનસભા બેઠક પરથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે.

પિથોરાગઢઃ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી (Uttrakhand New CM) તરીકે પુષ્કરસિંહ ધામીના (Pushkar Singh Dhami)  નામની જાહેરાત કરવામાં આવી છે. તેઓ ઉત્તરાખંડની ખાટીમા બેઠક પરથી ધારાસભ્ય છે. પહાડી રાજ્ય ઉત્તરાખંડ અસ્તિત્વમાં આવ્યું તે બાદથી રાજ્ય અત્યાર સુધીમાં 10 મુખ્યમંત્રી જોઈ ચુક્યુ છે. શુક્રવારે તીરથ સિંહ રાવતે (Tirath Singh Rawat)  આશરે 4 મહિના સુધી રાજ્યની કમાન સંભાળ્યા બાદ રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું, નવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી (Youngest CM of Uttrakhand) છે.

કોણ છે પુષ્કર સિંહ ધામી

  •  પુષ્કર સિંહ ધામીનો જન્મ 16 સપ્ટેમ્બર, 1975માં પિથોરાગઢમાં થયો છે. તેમણે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે.  ધામીએ 1990 થી 1999 સુધી જિલ્લાથી લઈ રાડજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિવિધ પદો પર કામ કર્યુ છે. તેઓ બે વખત ભારતીય જનતા યુવા માર્ચના પ્રદેશ અધ્યક્ષ રહ્યા છે.
  • પુષ્કર સિંહ ધામી એક યુવા નેતા છે અને હાલમાં તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે.  ધામી ખટીમા વિધાનસભા બેઠક પરથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ 2012 અને 2017માં આ બેઠક પરથી જીત્યા છે.
  • ધામીને ભગત સિંહ કોશ્યારીના નજીકના માનવામાં આવે છે.
  • બરોજગારીની સાથે વિકાસના મુદ્દાને લઈ તેઓ અગ્રેસર રહે છે. પુષ્કર સિંહ ધામીએ 2002 થી 2008 દરમિયાન સમગ્ર રાજ્યમાં પરિભ્રમણ કરીને અનેક બેરોજગાર યુવાનોને સંગઠિત કરવા રેલી કાઢી હતી.

એક સપ્તાહથી તીરથ સિંહને હટાવવાની થતી હતી અટકળો

છેલ્લા એક સપ્તાહથી અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ઉત્તરાખંડમાં ફરી એકવાર મુખ્યમંત્રીનો ચહેરો બદલાશે. તીરથ સિંહ રાવતના રાજીનામા પાછળનું કારણ બંધારણીય મજબૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ હજી રાજ્યના કોઈપણ ગૃહના સભ્ય નહોતા. મુખ્યમંત્રી તરીકે તેમને ચાલુ રાખવાની રીતમાં પણ આ જ બાબત આવી રહી હતી. ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપ્યા પછી તીરથ સિંહ રાવતે 10 માર્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રીપદની શપથ લીધા હતા. હવે બંધારણ મુજબ પૌડી ગઢવાલથી ભાજપના સાંસદ તીરથને 6 મહિનાની અંદર વિધાનસભાની પેટા-ચૂંટણી જીતવી પડે એમ હતું, તો જ તેઓ મુખ્યમંત્રી રહી શક્યા હોત, એટલે કે 10 સપ્ટેમ્બર પહેલાં તેમને ધારાસભ્યની ચૂંટણી જીતવાની હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો

Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?Hun To Bolish : હું તો બોલીશ : પાલિકા- પંચાયતોમાં ચૂંટણીનો ઢોલ ક્યારે?Surat news:  સુરતમાં બોગસ તબીબોની 'જનસેવા'? ઉદ્ધાટન કાર્ડમાં બારોબાર CPનું નામ પણ લખી દેવાયુંPatan News: પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગના આરોપમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
શું ‘જેઠાલાલ’ તારક મેહતા... શો છોડી દેશે? ખુદ દિલીપ જોશીએ અસિત મોદી સાથે ઝઘડા પર કર્યો ખુલાસો
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
Ration Card E-KYC: ઘરે બેઠા સરળતાથી રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?

Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

આળસને કારણે દર વર્ષે 32 લાખ લોકોના મોત થાય છે, એક્ટિવ રહેવા માટે રોજ 10000 પગલાં ચાલવા જરૂરી?

Embed widget