premium-spot

ભારતમાં આવ્યુ ખતરનાક YASS વાવાઝોડુ, શું છે 'યાસ'નો અર્થ, ને કઇ રીતે પડે છે દરેક વાવાઝોડાના નામો, જાણો......

આ વાવાઝોડાની અસર અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. આ વાવાઝોડાને દેશમાં 2019માં આવેલા વાવાઝોડા એમ્ફાનની જેમ બતાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આવો જાણીએ છેવટે 'યાસ' નામનો અર્થ શું છે, અને વાવાઝોડાનુ નામ કેવી રીતે પડે છે........

Advertisement

નવી દિલ્હીઃ તાઉતે બાદ હવે દેશમાં 'યાસ' વાવાઝોડાએ એન્ટ્રી કરી દીધી છે. હવામાન વિભાગ 'યાસ' વાવાઝોડાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગ 'યાસ'ને એકદમ ખતરનાક વાવાઝોડુ માની રહ્યું છે. આ વાવાઝોડાની અસર અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર થશે. આ વાવાઝોડાને દેશમાં 2019માં આવેલા વાવાઝોડા એમ્ફાનની જેમ બતાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આવો જાણીએ છેવટે 'યાસ' નામનો અર્થ શું છે, અને વાવાઝોડાનુ નામ કેવી રીતે પડે છે........

Continues below advertisement

યાસનો અર્થ થાય છે 'નિરાશા' 
દુનિયામાં શરૂઆતથી જ વાવાઝોડાના નામકરણનુ ચલણ ચાલી રહ્યું છે. 'યાસ' એક અરેબિયન શબ્દ છે જેનો અર્થ છે 'નિરાશા'. ઓમાન દેશે આ વાવાઝોડાનુ નામ આપ્યુ છે. ખરેખરમાં, આ વાવાઝોડુ ઓમાન બાજુથી આવ્યુ છે. આનાથી બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદની આશંકા છે. 

કઇ રીતે થાય છે વાવાઝોડાનુ નામકરણ....
વાવાઝોડાઓના નામ નામકરણની શરૂઆત એટલાન્ટિક વિસ્તારમાં 1953માં થયેલી એક સંધી કરવામાં આવી હતી, જ્યારે હિન્દ મહાસાગર વિસ્તારમાં આ વ્યવસ્થા વર્ષ 2004થી શરૂ થઇ. કોઇપણ સાયક્લૉનના નામકરણ માટે સભ્ય દેશ પોતાના તરફથી નામોની યાદી આપે છે. આ પછી તેનુ અલ્ફાબેટિકલ લિસ્ટિંગ કરવામાં આવે છે. તે ક્રમમાં સૂચવેલા નામ પર વાવાઝોડાઓના નામકરણ કરવામાં આવે છે. દરેક વખતે અલગ અલગ દેશોના ક્રમથી નંબર આવે છે, અને આ ક્રમમાં જે દેશે જે નામ આપ્યુ છે, વાવાઝોડાનુ નામ તે દેશ દ્વારા આપવામાં આવેલા નામ પર પાડવામાં આવે છે. 

Continues below advertisement

WMO/સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક આયોગ એશિયા અને પ્રશાંત (WMO/ESCAP) પેનલ ઓન ટ્રૉપિકલ સાયક્લૉન (PTC)માં 13 દેશોના સભ્ય છે. હિન્દ મહાસાગર વિસ્તારમાં ભારતની પહેલ પર 8 દેશોના વાવાઝોડાનુ નામકરણ શરૂ કર્યુ. આ 8 દેશોમાં પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંનમાર, ઓમાન અને થાઇલેન્ડ સામેલ હતુ. પછીના વર્ષ 2018માં આમાં યુએઇ, ઇરાન, કતર અને યમન વગેરે દેશો પણ જોડાઇ ગયા.

Continues below advertisement

ટોપ સ્ટોરી

વધુ જુઓ
હેલો ગેસ્ટ

પર્સનલ કોર્નર

માણખુ
ટોપ આર્ટિકલ્સ
માય અકાઉન્ટ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Embed widget
Game masti - Box office ke Baazigar