શોધખોળ કરો
Advertisement
ટાઈમ મેગેઝીનના વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં મોદી સિવાય કયા ભારતીયોને મળ્યું સ્થાન ? નામ જાણીને ચોંકી જશો
શાહીનબાગ આંદોલનથી ચર્ચામાં આવેલી બિલ્કિસ બાનોનું નામ પણ લિસ્ટમાં છે.
નવી દિલ્હીઃ ટાઈમ મેગેઝીને ચાલુ વર્ષના વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એક્ટર આયુષ્માન ખુરાના સહિત પાંચ ભારતીયોને સ્થાન મળ્યું છે. ભારતીય અભિનેતા આયુષ્માન ખુરાનાને પણ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. જે બાદ તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, ટાઇમ મેગેઝિન દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્વના 100 પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં સામેલ થઈને મને ગૌરવની અનુભૂતી થઈ રહી છે.
આ ઉપરાંત ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, લંડનમાં રહેતા ભારતીય મૂળના ડોક્ટર રવીંદ્ર ગુપ્તા અને શાહીનબાગ આંદોલનથી ચર્ચામાં આવેલી બિલ્કિસ બાનોનું નામ પણ લિસ્ટમાં છે. આ તમામ લોકો ચાલુ વર્ષે વિશ્વમાં સૌથી ચર્ચામાં રહ્યા હતા.
ટાઈમ મેગેઝીનના લિસ્ટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સઈ ઈંગ વેનને પણ સ્થાન મળ્યું છે. આ ઉપરાંત અમેરિકામાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન તથા કમલા હેરિસ, જર્મન ચાંસલર એંજલા મર્કેલ સહિત વિશ્વના નેતા સામેલ છે.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement