Lawrence Bishnoi: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની તબિયત લથડી, ફરીદકોટ મેડિકલ કોલેજમાં કરાયો દાખલ
Gangster Lawrence Bishnoi: પંજાબની ભટિંડા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સતત હેડલાઈન્સમાં રહે છે. પોલીસ તપાસમાં બિશ્નોઈ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો માસ્ટર માઇન્ડ હોવાનું કહેવાય છે.
Gangster Lawrence Bishnoi: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સોમવારે (10 જુલાઈ) મોડી રાત્રે ભટિંડા જેલમાંથી ફરીદકોટની ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ બિશ્નોઈના પેટમાં ઈન્ફેક્શનનો મામલો સામે આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈના વકીલોએ દાવો કર્યો છે કે બિશ્નોઈને પણ તાવ છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની તબિયત લથડી
વકીલોના જણાવ્યા અનુસાર 4 જુલાઈથી બિશ્નોઈ સાવન ઉપવાસ પર હતો. આ દરમિયાન તેની તબિયત બગડવાની ફરિયાદ આવી હતી. ગેંગસ્ટરને જેલમાંથી હોસ્પિટલમાં લઈ જવામાં ન આવે ત્યાં સુધી પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો. મળતી માહિતી મુજબ હવે ગેગસ્ટર તબીબોની દેખરેખ હેઠળ સ્પેશિયલ વોર્ડમાં સારવાર હેઠળ છે.
Late night dreaded gangster #LawrenceBishnoi was rushed to the Faridkot medical hospital after his health deteriorated in Bathinda jail. pic.twitter.com/bFvPP7fou5
— Nikhil Choudhary (@NikhilCh_) July 11, 2023
ગેગસ્ટરને તાવ સાથે કમળો થયાનો પણ વકીલે કર્યો દાવો
ગેંગસ્ટરના વકીલોએ દાવો કર્યો છે કે લોરેન્સ બિશ્નોઈને છેલ્લા કેટલાક દિવસોથી સતત તાવ હતો. દવા લીધા પછી પણ કોઈ અસર ન થઈ. આ દરમિયાન તેને પેટમાં ઈન્ફેક્શનની ફરિયાદ થઈ. ગેંગસ્ટરના વકીલોની વાત માનીએ તો તેને પણ કમળો થયો છે. તબિયત બગડતા તેમને ફરીદકોટ મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેલથી હોસ્પિટલ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
લોરેન્સને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી
મળતી માહિતી મુજબ, સોમવારે મોડી રાત્રે તબિયત બગડ્યા બાદ તેમને કડક સુરક્ષા વચ્ચે ફરીદકોટની ગુરુ ગોવિંદ સિંહ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોરેન્સની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જતા પહેલા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેના કારણે પોલીસ દિવસ-રાત તેના પર ચાંપતી નજર રાખી રહી છે. જાનથી મારી નાખવાની ધમકીઓ પછી, પોલીસ જોખમ લેવા માંગતી નથી અને માત્ર થોડાક જ લોકોને તેની આસપાસ આવવા દેવામાં આવે છે.
ગુનાની દુનિયામાં આવી રીતે થઈ એન્ટ્રી
ગુનાની દુનિયામાં ગોલ્ડીની એન્ટ્રી થોડી ફિલ્મી લાગે છે. તેના પિતરાઈ ભાઈ ગુરલાલ સિંહ બ્રારની હત્યા કરવામાં આવી હતી. એ હત્યાકાંડ પછી ગોલ્ડી બદલાની આગમાં સળગી રહ્યો હતો. આ હત્યાકાંડમાં યુથ કોંગ્રેસના નેતા ગુરલાલ પહેલવાનનું નામ સામે આવતા જ ગોલ્ડી બ્રારે તેની હત્યા કરી નાખી હતી. આ તે ઘટના હતી જેણે ગોલ્ડીને ગુનેગાર બનાવ્યો હતો.