શોધખોળ કરો
Advertisement
જજો પર વિવાદિત ટિપ્પણી કરનારા વકીલ પ્રશાંત ભૂષણ અવમાનનાના દોષી ઠર્યા, 20 ઓગસ્ટે નક્કી થશે સજા
વિવાદિત ટિપ્પણી કરવા મામલે વકીલ પ્રશાંત ભૂષણ દોષી ઠર્યા છે, અને તેમની સજા હવે 20 ઓગસ્ટે નક્કી થશે
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણને અવમાનનાનો દાષી માનવામાં આવ્યા છે. પ્રશાંત ભૂષણ વિરુદ્ધ આ કેસ 2 વિવાદિત ટ્વીટ સાથે જોડાયેલો છે. એક ટ્વીટમાં તેને છેલ્લા 4 જસ્ટીસ પર લોકતંત્રને તબાહ કરવામાં ભૂમિકા નિભાવના આરોપ લગાવ્યા હતા. બીજા ટ્વીટમાં તેમને બાઇક પર બેઠેલા હાલના ચીફ જસ્ટિસની તસવીર પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી.
વિવાદિત ટિપ્પણી કરવા મામલે વકીલ પ્રશાંત ભૂષણ દોષી ઠર્યા છે, અને તેમની સજા હવે 20 ઓગસ્ટે નક્કી થશે.
28 જૂની ચીફ જસ્ટિસ એસ એ બોબડેની એક તસવીર સામે આવી હતી. આમાં તે મોંઘી બાઇક પર બેઠેલા દેખાતા હતા. આ તસવીર પર પ્રશાંત ભૂષણે ટિપ્પણી કરી હતી કે, સીજેઆઇએ સુપ્રીમ કોર્ટના સામાન્ય લોકો માટે બંધ કરી દીધી છે, અને ખુદ બીજેપી નેતાની 50 લાખ રૂપિયાની બાઇક ચલાવી રહ્યા છે.
તસવીરની સચ્ચાઇ હતી કે, મોટર બાઇકના શોખીન જસ્ટીસ બોબડે પોતાના ગૃહનગર નાગપુરમાં એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન, ત્યાં ઉભેલી એક મોંઘી બાઇક પર થોડોક સમય માટે બેઠા હતાં. રિટાયરમેન્ટ બાદ સારી બાઇક ખદીદવાની ઇચ્છાની જાણકારી મળતા એક સ્થાનિક ડીલરે તેમને બતાવવા માટે આ બાઇક મોકલી હતી.
વળી, જજોએ પ્રશાંત ભૂષણના બીજા એક ટ્વીટ પર પર સંજ્ઞાન લીધુ હતુ. 27 જૂનના આ ટ્વીટમાં ભૂષણે લખ્યુ હતુ કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં લોકતંત્રને તબાહ કરી દેવામાં આવ્યુ છે. સુ્પ્રીમ કોર્ટે છેલ્લા 4 ચીફ જસ્ટિસની પણ આમાં ભૂમિકા રહી છે. સુપ્રીમ કોર્ટે માન્યુ હતુ કે પહેલી નજરમાં પ્રશાંત ભૂષણના બન્ને ટ્વીટ અવમાનના પૂર્ણ લાગે છે. આ ટ્વીટ લોકોની આખોમાં ન્યાયપાલિકા ખાસ કરીને ચીફ જસ્ટિસના પદની ગરિમાને નીચે પાડવા વાળા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
ટેકનોલોજી
Advertisement