Lightning : રોડ પર ત્રાટકી વિનાશક વિજળી, હાજા ગગડાવી મુકતો Video આવ્યો સામે
વીડિયો સોશિયલ મીડિયા પર વિજળી પડવાનો વાયરલ થઈ રહેલો આ વીડિયો ખૂબ જ ડરામણો છે. વીડિયોમાં દેખાતો નજારો એ હદનો ડરામણો છે કે તે ભલભલાના શ્વાસ અદ્ધર કરી દે.
Lightning Strike Video Viral: ભારતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારો ડૂબી ગયા છે, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદની મોસમમાં સૌથી મોટો ખતરો વીજળી પડવાનો છે, જે ગમે ત્યારે કોઈનું પણ મૃત્યુ થઈ શકે છે. કંઈક આવો જ રૂંવાડા ઉભા કરી મુકતો એક વીડિયો વાયરલ થયો છે જેમાં વિજળી પડવાથી શું સ્થિતિ થાય છે તે સ્પષ્ટ જોઈ શકાય છે.
વીડિયો સોશિયલ મીડિયા પર વિજળી પડવાનો વાયરલ થઈ રહેલો આ વીડિયો ખૂબ જ ડરામણો છે. વીડિયોમાં દેખાતો નજારો એ હદનો ડરામણો છે કે તે ભલભલાના શ્વાસ અદ્ધર કરી દે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તા પર વાહનો દોડી રહ્યા છે. ત્યારે અચાનક જ આકાશમાં વીજળી જમીન પર ત્રાયકે છે અને જોરદાર ધડાકો થાય છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, જાણે કોઈએ બોમ્બ ફેંક્યો હોય એવું લાગ્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે જોરદાર બ્લાસ્ટ થાય છે. વિજળી પડતા આગ પણ જાહી જાય છે. વિજળી એટલી તો તિવ્ર હતી કે, આકાશમાંથી જાણે આગની સેર પૃથ્વી પર ઉતરી આવી હતી. આકાશમાં રીતસરનું અજવાળુ છવાઈ ગયુ હતું.
સદનસીબે તે સ્થળે કોઈ વ્યક્તિ હાજર નહોતો. વિચારો કે જો તે સમયે કોઈ વ્યક્તિ ત્યાં ઉભો રહ્યો હોત તો તેની સાથે શું થાત. હવે આ ઘટનામાં કોઈને નુકસાન થયું છે કે નહીં તે જાણી શકાયું નથી, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે વીજળીનું આ સ્વરૂપ ખૂબ જ ડરામણું હતું.
Slow mo footage of a lightning strike⚡️ pic.twitter.com/rT1Bu3IoB9
— Explosion Videos (@explosionvidz) July 16, 2023
આ કંઈ પહેલી ઘટના નથી
વીજળી પડવાના કારણે લોકોને ભારે વરસાદ દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે, અત્યાર સુધીમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં વીજળી પડવાથી લોકોના મોત થયા હોય. વીજળીથી બચવા હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ 'એલર્ટ'ને ગંભીરતાથી લેવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે, એક તરફ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ દરમિયાન જ આવી ઘટનાઓ વારંવાર જોવા મળે છે.