શોધખોળ કરો
ભારતમાં લોકડાઉન 3 મે સુધી વધારવાની પીએમ મોદીની જાહેરાત, કેટલાક વિસ્તારોમાં 20 એપ્રિલ પછી શરતી છૂટછાટ
મોદીએ કહ્યું કે, જે વિસ્તારો કોરોનાવાયરસને નાથવામાં સફળ થશે તેમને 20 એપ્રિલ પછી કેટલીક છૂટછાટો આપી શકાશે. આ અંગેનું વિસ્તૃત જાહેરનામું આવતી કાલે 15 એપ્રિલે બહાર પાડવામાં આવશે.

Background
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરૂદ્ધ જંગને ધ્યાનમાં રાખતા લાગુ કરવામાં આવેલ 21 દિવસનું લોકડાઉન આજે પૂરું થઈ રહ્યું છે. લોકડાઉનના અંતિમ દિવસે આજે સવારે 10 કલાકે પીએમ મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. રાજ્યોની સાથે વ્યાપક ચર્ચા કર્યા બાદ લોકડાઉનને બે સપ્તાહ સુધી આગળ વધારવા પર સહમતિ બનતી જોવા મળી હતી. કહેવાય છે કે, પીએમ મોદી દેશને સંબોધનમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી શકે છે. કોરોના સંકટ દરમિયાન પીએમ મોદીનં દેશના નામે આ ત્રીજું સંબોધન હશે.
10:36 AM (IST) • 14 Apr 2020
પૂરી નિષ્ઠા સાથે 3 મે સુધી લોકડાઉનના નિયમોનું પાલન કરો જ્યાં છો ત્યાં જ રહો, સુરક્ષિત રહો. વયં રાષ્ટ્રે જાગૃયામ એટલે કે આપણે બધા રાષ્ટ્રને જીવંત અને જાગૃત બનાવી રાખીએઃ પીએમ
10:35 AM (IST) • 14 Apr 2020
છઠ્ઠી વાતઃ તમે તમારા વ્યવસાય, તમારા ઉદ્યોગમાં તમારી સાથે કામ કરનાર લોકો પ્રત્યે સંવેદના રાખો, કોઈને પણ નોકરીમાંથી ન કાઢોઃ પીએમ સાતમીવાતઃ દેશના કોરોના યોદ્ધાઓ, આપણા ડોક્ટર, નર્સીસ, સફાઈ સર્મચારી, પોલીસકર્મચારીનું સંપૂર્ણ સન્માન કરોઃ પીએમ
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















