શોધખોળ કરો
દેશના કયા મોટા શહેરમાં 14થી 22 જુલાઈ સુધી લોકડાઉન જાહેર કરાયું? જાણો શું મળશે છૂટછાટ?
કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે કર્ણાટકની સરકારે બેંગલુરુમાં લોકડાઉનની જાહેરાત કરી છે. આ સંપૂર્ણ લોકડાઉન બેંગલુરુના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 14 જુલાઈ રાતે 8 વાગ્યાથી 22 જુલાઈ સુધી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે
નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે કર્ણાટકની સરકારે બેંગલુરુમાં લોકડાઉનની જાહેરાત કરી છે. આ સંપૂર્ણ લોકડાઉન બેંગલુરુના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં 14 જુલાઈ રાતે 8 વાગ્યાથી 22 જુલાઈ સુધી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ દરમિયાન જરૂરી સામાનની સેવાઓ ચાલુ રહેશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, કર્ણાટકમાં કોરોના વાયરસના 19039 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધી કોવિડ -19ના કુલ 33418 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 543 લોકોનાં મોત થઈ છે અને 13836 દર્દીઓ સારવાર બાદ રિકવર થઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના વધતા કેસના પગલે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. મુંબઈના થાણેમાં 19 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવ્યું છે. તે સિવાય પૂણે, પિંપરી, ચિંચવાડ અને જિલ્લાના કેટલાક ભાગમાં 13 જુલાઈથી 10 દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement