શોધખોળ કરો
Advertisement
રાહુલ ગાંધીએ ઇકોનોમિક સીરિઝનો અંતિમ વીડિયો જાહેર કર્યો, કહ્યુ- અસંગઠિત ક્ષેત્ર પર હુમલો હતો લોકડાઉન
આર્થિક સ્થિતિને લઇને સરકાર પર નિશાન સાધતા કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇકોનોમી સીરિઝનો અંતિમ વીડિયો જાહેર કર્યો છે.
નવી દિલ્હીઃ આર્થિક સ્થિતિને લઇને સરકાર પર નિશાન સાધતા કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇકોનોમી સીરિઝનો અંતિમ વીડિયો જાહેર કર્યો છે. રાહુલ ગાંધીએ વીડિયો ટ્વિટ કરતા લખ્યું હતું કે, અચાનક કરવામાં આવેલો લોકડાઉન અસંગઠિત વર્ગ માટે મૃત્યુદંડ જેવો સાબિત થયું છે. વચન આપ્યું હતું કે, 21 દિવસમાં કોરોના ખત્મ થઇ જશે પરંતુ કરોડો રોજગાર અને નાના ઉદ્યોગોને ખત્મ કરી દીધા. મોદીનો જનવિરોધી ડિઝાસ્ટર પ્લાન જોવા માટે આ વીડિયો જુઓ.
ઇકોનોમી સીરિઝના અંતિમ વીડિયોમાં રાહુલ ગાંધીએ અસંગઠિત ક્ષેત્રનો મુદ્દો ઉઠાવ્યો છે. વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોનાના નામ પર જે કર્યું તે અસંગઠિત ક્ષેત્ર પર ત્રીજો હુમલો હતો. ગરીબ લોકો રોજ, નાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો રોજ કમાય છે અને રોજ ખાય છે. જ્યારે તમે કોઇ પણ પ્રકારના નોટિસ વિના લોકડાઉન કર્યુ, તમે તેના પર આક્રમણ કર્યું. વડાપ્રધાને કહ્યું હતું કે, 21 દિવસની લડાઇ હશે, અસંગઠિત ક્ષેત્રનું કરોડરજ્જુ 21 દિવસમાં તૂટી ગયું.
રાહુલ ગાંધીએ કહ્યું કે લોકડાઉન બાદ ખોલવાનો સમય આવ્યો. કોગ્રેસની પાર્ટીએ એકવાર ફરી અનેકવાર સરકારને કહ્યું કે, ગરીબોની મદદ કરવી પડશે. ન્યાય યોજના જેવી એક યોજના લાગૂ કરવી પડશે, બેન્ક એકાઉન્ટમાં સીધા પૈસા નાખવા પડશે, પણ કરવામાં ના આવ્યું. અમે કહ્યું કે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે એક પેકેજ તૈયાર કરો, તેમને બચાવવાની જરૂર છે. રૂપિયા વિના તે બચશે નહીં. પરંતુ સરકારે 15-20 અમીર લોકોનો લાખો કરોડોનો ટેક્સ માફ કરી દીધો.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, લોકડાઉન કોરોના પર આક્રમણ નહોતું. લોકડાઉન હિંદુસ્તાનના ગરીબો પર આક્રમણ હતું. આપણા યુવાઓના ભવિષ્ય પર આક્રમ હતું. લોકડાઉન મજૂરો, ખેડૂત અને નાના વ્યાપારીઓ પર આક્રમણ હતું. આપણા અસંગઠિત અર્થવ્યવસ્થા પર આક્રમ હતું. આપણે એ વાતને સમજવું પડશે તે આ આક્રમણ વિરુદ્ધ આપણે તમામને ઉભા રહેવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion