Lockdown: દેશના કયા કયા રાજ્યોએ લંબાવ્યું લોકડાઉન, જાણો વિગત
દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે. અનેક રાજ્યોમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જાણો કયા કયા રાજ્યોમાં કોરોના પ્રતિબંધોમાં ઢીલ અપાઈ છે.
Lockdown in States: દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે. આ દરમિયાન દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોએ લોકડાઉનમાં છૂટ આપી છે. જોકે અનેક રાજ્યોમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જાણો કયા કયા રાજ્યોમાં કોરોના પ્રતિબંધોમાં ઢીલ અપાઈ છે.
હરિયાણાએ 19 જુલાઈ સુધી લંબાવ્યું લોકડાઉન
હરિયાણા સરકારે રાજ્યમાં 19 જુલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું છે. જોકે સરકારે વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોને કેટલીક છૂટ આપી છે. કોરોના પ્રોટોકોલ સાથે યુનિવર્સિટી અને કોલેજોમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાશે.
તમિલનાડુમાં 19 જુલાઈ સુધી પ્રતિબંધ
તમિલનાડુમાં ભલે કોરોનાના કેસ ઘટ્યા હોય પણ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને 19 જુલાઈ સુધી છૂટ સાથે લોકડાઉન લંબાવ્યાની જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળમાં 15 જુલાઈ સુધી પ્રતિબંધ
મમતા બેનર્જીના નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળ સરકારે સમગ્ર રાજ્યમાં 15 જુલાઈ સુધી પ્રતિબંધો લંબાવ્યા છે. જોકે પહેલા કરતાં થોડી છૂટ આપવામાં આવી છે.
ઓડિશામાં 16 જુલાઈ સુધી પ્રતિબંધ
ઓડિશા સરકારે 16 જુલાઈ સવારે 5 વાગ્યા સુધી રાજ્યમાં આંશિક તાળાબંધીને લંબાવી છે. વર્તમાન પ્રતિબંધ ગુરુવારે સવારે 5 વાગ્યે સમાપ્ત થશે.
મહારાષ્ટ્રમાં ત્રિસ્તરીય પ્રતિબંધ
દેશના સૌથી પ્રભાવિત રાજ્યમ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ત્રિસ્તરીયા પ્રતિબંધ આગામી આદેશ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત 15મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 37,154 નવા કેસ નોંધાયા હતા અને 39649 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી, જ્યારે 724 લોકોના મોત થયા હતા. દેશનો રિકવરી રેટ વધીને 97.22 ટકા પર પહોંચ્યો છે.
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 8 લાખ 32 હજાર 870
- કુલ ડિસ્ચાર્જ - ત્રણ કરોડ 14 હજાર 713
- કુલ એક્ટિવ કેસ - 4 લાખ 50 હજાર 899
- કુલ મોત - 4 લાખ 8 હજાર 764
ગઈકાલે 14 લાખ 32 હજાર 343 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં કુલ 37,73,52,501 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે 12,35,287 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.