શોધખોળ કરો
Advertisement
લોઢા કમિટિએ સુપ્રીમ કોર્ટને સોંપી રિર્પોટ, કહ્યું BCCI ના અધિકારીઓને દૂર કરવામાં આવે
નવી દિલ્લી: બીસીસીઆઈના કામકાજમાં સુધાર લાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવામાં આવેલી લોઢા કમિટિએ કોર્ટને પોતાનો ત્રીજો રીપોર્ટ સોંપી દિધો છે. રિપોર્ટમાં કમિટિએ કહ્યું છે કે બોર્ડના તમામ અધિકારીઓને હટાવી પૂર્વ હોમ સેક્રેટરી જી કે પિલ્લઈને ઓબ્જર્વર બનાવવામાં આવે. રિપોર્ટ મુજબ પિલ્લઈને જ બોર્ડનું એડમિનિસ્ટ્રેશન સોંપવામાં આવે.
14 નવેંબરના રોજ સોંપવામાં આવેલી રિપોર્ટ મુજબ પિલ્લઈને એ પાવર આપવામાં આવે કે આઈપીએલના આગામી એડિશંસમાં મીડિયા રાઈટ્સ અને બાકી કોન્ટ્રાક્ટ આપી શકાય. ડોમેસ્ટીક અને ઈંટરનેશનલ મેચ સિવાય ટ્રાંસપરેંસી નોર્મ્સ જોવાના પાવર પણ તેમને આપવામાં આવે. રિર્પોટ્સમાં કહેવામાં આવ્યું છે કે પિલ્લઈને ઓબ્જર્વર બનાવવાની સાથે તેમને જરૂરી સ્ટાફ પણ આપવામાં આવે.
જેમાં કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઈ અને સ્ટેટ ક્રિકેટ બોર્ડમાં તેમને જ લેવામાં આવે જે ભારતીય હોય અને તેમની ઉંમર 70 વર્ષથી ઓછી હોય. આ લોકો મિનિસ્ટર અથવા તો સરકારી અધિકારી ન હોવા જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
ક્રાઇમ
Advertisement