(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભાની ચૂંટણીમાં વોટ નહીં આપો તો ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે! ચૂંટણી પંચે કર્યો મોટો ખુલાસો
Lok Sabha Election: લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.
Lok Sabha Election 2024: આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પોસ્ટને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે લોકોએ લોકસભા ચૂંટણીમાં વોટ નથી આપ્યો તેમના બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાશે. પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે જે મતદારોના બેંક ખાતામાં પૈસા નથી, તેમના પૈસા મોબાઈલ રિચાર્જ સમયે કપાઈ જશે.
આ અંગે ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે અને પંચે આવો કોઈ નિર્ણય લીધો નથી. તે જ સમયે, ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ પણ આ દાવાને ખોટો ગણાવ્યો છે. PIBએ લોકોને આવા ભ્રામક સમાચાર શેર ન કરવા જણાવ્યું છે.
શું છે વાયરલ મેસેજનો દાવો?
વાયરલ મેસેજમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જે મતદારો આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરે તેમના બેંક ખાતામાંથી ચૂંટણી પંચ 350 રૂપિયા કાપી લેશે. જો તમારું ખાતું નથી તો તમારા મોબાઈલમાંથી પૈસા કપાઈ જશે. આ માટે મિનિમમ 350 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે, તેનાથી ઓછી રકમનો ફોન રિચાર્જ કરવામાં આવશે નહીં.
સંદેશમાં કહેવામાં આવ્યું છે કે આ આદેશની વિરુદ્ધ કોઈ મતદાર કોર્ટમાં જઈ ન શકે તે માટે આયોગે પહેલાથી જ કોર્ટમાંથી મંજૂરી લઈ લીધી છે. હવે કોઈ પણ વ્યક્તિ આના વિરુદ્ધ અરજી કરી શકશે નહીં.
𝗙𝗮𝗹𝘀𝗲 𝗰𝗹𝗮𝗶𝗺 : नहीं दिया वोट तो बैंक अकाउंट से कटेंगे 350 रुपएः आयोग
— Election Commission of India (@ECISVEEP) April 2, 2024
𝗥𝗲𝗮𝗹𝗶𝘁𝘆 : यह दावा फर्जी है, चुनाव आयोग द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है।#FakeNews #ECI #VerifyBeforeYouAmplify pic.twitter.com/yqnzWwrw6E
19 એપ્રિલે મતદાન થશે
ગત વખતની જેમ આ વખતે પણ દેશભરની 543 લોકસભા સીટો પર 7 તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કા માટે 26 એપ્રિલે, ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ અને ચોથા તબક્કા માટે 13 મેના રોજ મતદાન થશે. જ્યારે પાંચમા તબક્કા માટે 20મી મેના રોજ, છઠ્ઠા તબક્કા માટે 25મીએ અને સાતમા તબક્કા માટે 1લી જૂને મતદાન થશે. સામાન્ય ચૂંટણીના પરિણામો 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવશે.