Lok Sabha Election 2024 Live: પરષોતમ રૂપાલાએ ફરી કરી અપીલ, મોદીનો હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા કહ્યું....
Lok Sabha Election 2024 Second Phase Campaign: લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કા માટે પ્રચાર ચાલી રહ્યો છે, પીએમ મોદી, અમિત શાહ, અખિલેશ યાદવ સહિત ઘણા મોટા નેતાઓ ચૂંટણી પ્રચારમાં પોતાની તાકાત લગાવશે.
LIVE

Background
ભાજપના વધુ એક નેતાએ કર્યો વાણી વિલાસ
ગુજરાત ભાજપના વધુ એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણી ચૂંટણી સભાને સંબોધતા ભાન ભૂલ્યા હતા. જૂનાગઢના વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધતિ વખતે ભૂપત ભાયાણીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના ભાષણ દરમિયાન કોગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા હતા. ભૂપત ભાયાણીના નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. ભૂપત ભાયાણીએ કહ્યું રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી શકાય નહીં. ભાયાણીના નિવેદનથી રાજ્યમાં નવો વિવાદ પેદા થયો હતો. ભૂપત ભાયાણીના નિવેદનથી કોંગ્રેસ કાર્યકરોમાં આક્રોશ છે. કોંગ્રેસ કાર્યકરોએ કહ્યુ હતું કે ભાજપના નેતાઓએ હદ વટાવી છે. કોગ્રેસે કહ્યું હતું કે ભાયાણી બોલવામાં લગામ રાખે છે. નૈષધ દેસાઇએ કહ્યું હતુ કે ભાયાણી પાસે બિભત્સ શબ્દોની અપેક્ષા છે. આ ભાજપના નેતાઓના સંસ્કાર છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ક્ષત્રિય સમાજના ડેમેજ કંટ્રોલના પ્રયાસ પર અમિત ચાવડાના પ્રહાર
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના ક્ષત્રિય સમાજના ડેમેજ કંટ્રોલના પ્રયાસ પર અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે. ડેમેજ કંટ્રોલનો કોઈ પ્રશ્ન જ નથી. રાજકીય લાભ માટે વડોદરાના ઉમેદવાર બદલ્યા છે. અંદરો અંદરની લડાઈના કારણે સાબરકાંઠાના ઉમેદવાર બદલ્યા છે. ક્ષત્રિય સમાજની લાગણીથી રાજકોટના ઉમેદવાર કેમ ના બદલ્યા? સત્તા બચાવવા માટે હવે ડેમેજ કંટ્રોલના પ્રયાસ કરે છે. હોમ મિનિસ્ટરે કેમ ડેમેજ કંટ્રોલ કરવું પડી રહ્યું છે. ક્ષત્રિયને ડરાવવા માટે હોમ મિનિસ્ટર પ્રયાસ કરે છે. પોલીસથી દબાવવા તમે પ્રયાસ કરો છો. ઉમેદવાર બદલ્યો હોય તો આ કરવાની જરૂર નહોતી. આ ક્ષત્રિય સમાજ છે, તેનો પડઘો 7મી તારીખે પડશે.
Lok Sabha Election 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા બાલક હનુમાન મંદિર પહોંચ્યા
રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા બાલક હનુમાન મંદિર પહોંચ્યા. આજે હનુમાનજી જયંતિ નિમિત્તે ઉમેદવારો દાદાના શરણે. સંતો-મહંતો ઉપરાંત ભાજપના આગેવાનો ઉપસ્થિત. અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના બંને હાઈ પ્રોફાઈલ ઉમેદવારો અનેક મંદિરોના દર્શન કરી ચૂક્યા છે. રાજકોટની હાઈ પ્રોફાઈલ બેઠકમાં હનુમાનજીના આશીર્વાદ કોને ફળશે રૂપાલા કે ધાનાણી. રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં આવેલું છે બાળક હનુમાન મંદિર. હનુમાનજીના મંદિરમાં સવારથી લોકોને ભીડ જોવા મળી રહી છે.
Lok Sabha Election 2024: કર્ણાટક - સુરજેવાલા સાથે ભારે અન્યાય થઈ રહ્યો છે
કોંગ્રેસના સાંસદ અને મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે કર્ણાટક સાથે મોટો અન્યાય થઈ રહ્યો છે. ANI સાથે વાત કરતા સુરજેવાલાએ કહ્યું, "મોદી સરકાર કર્ણાટકના ખેડૂતો અને કર્ણાટકના લોકો પાસેથી બદલો લેવા માંગે છે. આ ભાજપની બદલાની રાજનીતિ છે, આ નફરતની રાજનીતિ છે. અમિત શાહ આજે આવી રહ્યા છે. 18,172 રૂપિયા વગર. તેમને કર્ણાટકની ધરતી પર પગ મૂકવાનો કોઈ અધિકાર નથી, તેથી જ આપણા મુખ્યમંત્રી અહીં બેઠા છે, કર્ણાટક પ્રત્યેની મોદી સરકારની દુશ્મનાવટ ખતમ કરવી પડશે.
Lok Sabha Election 2024: આ આપણા માટે સુવર્ણ યુગ છે - મોહન યાદવ
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે કહ્યું કે લોકસભા ચૂંટણીનો બીજો તબક્કો નજીક આવી રહ્યો છે. 2013 પહેલા મધ્યપ્રદેશને રેલવે માટે 150 કરોડ રૂપિયા મળતા હતા, પરંતુ આજે રેલવે દર વર્ષે 15 રૂપિયા ખર્ચે છે. અને વ્યવસ્થા માટે અડધા હજાર કરોડ... IT અને ઉદ્યોગથી લઈને સિંચાઈ સુધી, PM એ દરેક ક્ષેત્ર પર સમાન ધ્યાન આપ્યું છે, એવું લાગે છે કે આ આપણા માટે સુવર્ણ યુગ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
