Lok Sabha Election 2024 Live: ક્ષત્રિય સમાજના વિરોધની વચ્ચે પરશોત્તમ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું
Lok Sabha Election Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસે હશે અને જનતાને ભાજપના ઉમેદવારોને મત આપવાનું કહેશે.

Background
Lok Sabha Election Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (16 એપ્રિલ) બિહાર અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ સૌથી પહેલા સવારે 10 વાગ્યે બિહારના ગયા જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. અહીં પીએમ એનડીએના ઉમેદવાર અને બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝી માટે વોટ માંગશે. ગયામાં આ ચૂંટણી રેલી સાથે પીએમ મોદી ચાર લોકસભા બેઠકો મગધ, ગયા, નવાદા, જમુઈ અને ઔરંગાબાદના મતદારોને અપીલ કરશે.
આ પછી પીએમ મોદી પશ્ચિમ બંગાળના બાલુરઘાટ પહોંચશે. અહીં પણ તેઓ જનસભાને સંબોધશે. ભાજપના પશ્ચિમ બંગાળ અધ્યક્ષ સુકાંત મજુમદાર બાલુરઘાટથી ઉમેદવાર છે. પીએમ મોદી મજુમદાર માટે જનતા પાસેથી વોટ માંગશે. આ પછી પીએમ મોદી પશ્ચિમ બંગાળના રાયગંજ જશે અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. રાયગંજથી ભાજપના કાર્તિક ચંદ્ર પાલ ઉમેદવાર છે.
વાધોડિયા વિઘાન સભા પેટા ચુંટણીમા કોંગ્રેસે ઊમેદવારી પત્ર ભર્યુ
વાધોડિયા વિઘાન સભા પેટા ચુંટણીમા કોંગ્રેસે ઊમેદવારી પત્ર ભર્યુ.
કનુભાઈ પુંજાભાઈ ગોહિલે કોંગ્રેસમાંથી ઊમેદવારી નોંઘાવી.
વડોદરાના અનગઢથી વાઘોડિયા સેવાસદન DJ સાથે રેલી સ્વરુપે પહોંચ્યા.
વડોદરા લોકસભાના કોંગ્રેસના ઊમેદવાર જશપાલસિંહ, વિરોઘ પક્ષના નેતા અમીબેન રાવત, નરેન્દ્રસિંહ રાવત, પુર્વ કોંગ્રેસના વિઘાનસભાના મંત્રી ભીખાભાઈ રબારી ઊપસ્થીત રહ્યાં.
વાઘોડિયા વિઘાનસભામા કોંગ્રેસે રેલી યોજી જનતાના આર્શીવાદ લિઘા.
કોંગ્રેસના વિઘાનસભા અને લોકસભાના ઊમેદવારનુ ફુલહારથી સ્વાગત કર્યું.
વાઘોડિયામા માત્ર એક વર્ષમા ચુંટણી લાવી ભાજપના ઊમેદવારે જનાદેશને ઠુકરાવ્યો - કનુભાઈ
મોંઘવારી, બેરોજગારી અને ગરીબી સહિત સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ સાથે કરશે ચુંટણી પ્રચાર.
વાઘોડિયામા ક્ષત્રીય વર્શીસ ક્ષત્રીય ઊમેદવાર વચ્ચે ચુંટણી જંગ.
જંગી બહુમતીથી જીતવાની આશા કનુભાઈ ગોહિલે વ્યક્ત કરી.
હુ સ્થાનિક ઊમેદવાર છુ, મહિકાંઠાંની 65% ક્ષત્રીય વસ્તી અમારી છે- કનુભાઈ
પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ એ પોતાનો ઉમેદવારી પત્ર ભર્યું
પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ એ પોતાનો ઉમેદવારી પત્ર ભર્યું.
આમ આદમી પાર્ટીના સમર્થન સાથે જંગી લીડ સાથે જીત નો વિશ્વાસ વ્યક્ત કર્યો.
મોઘવારી,બેરોજગારી, સિંચાઇ ,આરોગ્ય ,સહિત નાં પ્રશ્નો મતદારો સમક્ષ રજુ કરી મત મેવવા નો દાવો કર્યો.
પંચમહાલ જિલ્લા મુખ્ય કોંગ્રેસ કાર્યાલયથી જૂજ સંખ્યામાં પોતાના સમર્થકો સાથે રાખી ઢોલ નગારાં સાથે રેલી કાઢી જિલ્લા કલેકટર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું.





















