MCD સુધારા બિલ 2022: દિલ્હીના ત્રણ કોર્પોરેશનને મર્જ કરવા માટેનું બિલ લોકસભામાં પાસ
અમિત શાહે લોકસભામાં એમ પણ કહ્યું હતું કે 10 વર્ષ પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ કોર્પોરેશનમાં વિભાજીત કરવા પાછળની તત્કાલીન કોંગ્રેસ સરકારનો ઈરાદો હજુ સ્પષ્ટ નથી
MCD Amendment Bill: દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનોને એક કરવા માટેનું બિલ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) બિલ, 2022, લોકસભામાં પાસ કરવામાં આવ્યું છે. અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી સરકાર પર રાજધાનીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે સાવકો વ્યવહાર કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે ત્રણેય કોર્પોરેશનોની નીતિઓ અને સંસાધનોમાં વિસંગતતાઓને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર તેમના એકીકરણ માટે એક બિલ લાવી છે.
पिछले दस साल के अनुभव का बारीक विश्लेषण और तथ्य जो सामने आए हैं उसको लेकर सरकार ने दिल्ली के तीनों निगमों का एकीकरण कर पहले जैसी स्थिति की जाए। यह बंटवारा आनन-फानन में किया गया बंटवारा था: लोकसभा में दिल्ली के MCD पर बोलते हुए केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/ogck62E3BY
— ANI_HindiNews (@AHindinews) March 30, 2022
અમિત શાહે લોકસભામાં એમ પણ કહ્યું હતું કે 10 વર્ષ પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ કોર્પોરેશનમાં વિભાજીત કરવા પાછળની તત્કાલીન કોંગ્રેસ સરકારનો ઈરાદો હજુ સ્પષ્ટ નથી. તેમણે કહ્યું કે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની છે ત્યાં રાષ્ટ્રપતિ ભવન છે, સંસદ છે, ત્યાં ઘણા દૂતાવાસ છે અને તેથી ઘણી બેઠકો પણ યોજાય છે અને ઘણા રાજ્યોના વડાઓ પણ રાજધાનીની મુલાકાત લે છે. અમિત શાહે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને ત્રણેય કોર્પોરેશનોએ સિવિલ સર્વિસની જવાબદારી યોગ્ય રીતે નિભાવવી જોઈએ.
અગાઉ, સરકારે શુક્રવારે લોકસભામાં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) બિલ, 2022 રજૂ કર્યું હતું. ચર્ચા દરમિયાન કોંગ્રેસના મનીષ તિવારીએ કહ્યું કે 1991માં દિલ્હીમાં વિધાનસભાની રચના કરીને તેમને વિધાયકની સત્તા આપવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકાર ફરીથી દિલ્હીમાં શાસન કરવાની સત્તા પાછી લઈ રહી છે. તેમણે કહ્યું કે દિલ્હીની ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનને મર્જ કરવા માટે ગૃહમાં લાવવામાં આવેલ આ બિલ એ દિશામાં એક પગલું છે.
અમિત શાહે કહ્યું કે કલમ 239AA 3B મુજબ, સંસદને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હી અથવા તેના કોઈપણ ભાગને લગતી કોઈપણ બાબત પર કાયદો બનાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે અહીં અલગ રીતે વાત કરવામાં આવી છે. હું મહારાષ્ટ્રમાં આવું બિલ લાવી શકું નહીં, ગુજરાત કે બંગાળમાં લાવી શકું નહીં, કેન્દ્ર સરકાર પણ લાવી ન શકે. જો તમને રાજ્ય અને સંઘ રાજ્ય વચ્ચેનો તફાવત ખબર નથી તો બંધારણને ધ્યાનથી વાંચવું જોઈએ.