શોધખોળ કરો

લોકસભાની કાર્યવાહી ખતમ થયા બાદ ઓમ બિરલાએ મોદી, અમિત શાહ, સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સવારે કાર્યવાહી શરૂ થવા પર જણાવ્યું કે, 17મી લોકસભાની છઠ્ઠી બેઠક 19 જુલાઈ 2021ના રોજ શરૂ થઈ હતી અને આ દરમિયાન 17 બેઠકમાં 21 કલાક 14 મિનિટ જ કામ થયું.

નવી દિલ્હીઃ લોકસભાના કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ બેઠક કરી હતી. જેમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રસ સાંસદ અધીર રંજન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. પેગાસસ જાસૂસી કાંડ, તરમ કેન્દ્રીય કૃષિ કાયદાને પરત લેવાની માંગ સહિત અન્ય મુદ્દા પર વિપક્ષી દળોના શોરબકોરના કારણે માત્ર 22 ટકા જ કામ થયું હતું.

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સવારે કાર્યવાહી શરૂ થવા પર જણાવ્યું કે, 17મી લોકસભાની છઠ્ઠી બેઠક 19 જુલાઈ 2021ના રોજ શરૂ થઈ હતી અને આ દરમિયાન 17 બેઠકમાં 21 કલાક 14 મિનિટ જ કામ થયું હતું. 96 કલાકમાં આશરે 75 કલાક કામ કાજ થયું નહોતું.

રાજ્યોને OBCની લિસ્ટિંગ કરવાનો અધિકાર આપનાર બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. મંગળવારે આ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું. જેમાં બિલની તરફેણમાં 385 વોટ પડ્યા. જ્યારે તેના વિરુદ્ધમાં એક પણ મત ન પડ્યો. સામાજિક ન્યાય અને આધિકારિત મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે સોમવારે આ બિલ રજૂ કર્યું હતું. જેનું નામ સંવિધાન (127મું સંશોધન) ખરડો-2021 છે. બિલ પાસ થતાં જ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ. આ બિલને બંને ગૃહમાંથી મંજૂરી મળ્યા બાદ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર સામાજિક, શૈક્ષેણિક દ્રષ્ટીથી પછાત વર્ગો (SEBC)નું લિસ્ટિંગ કરી શકશે. રાજ્યોની આ શક્તિ સુપ્રીમ કોર્ટના મરાઠા અનામત મામલે આપવામાં આવેલા નિર્ણય બાદ ખતમ થઈ ગઈ હતી.

ગૃહમાં સતત વિરોધ કરી રહેલો વિપક્ષ આ મુદ્દે સરકારની સાથે જોવા મળ્યો. કાર્યવાહી દરમિયાન લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે અન્ય પછાત વર્ગના કલ્યાણ સાથે સંબંધિત આ બિલને પાસ કરાવવા ઈચ્છીએ છીએ. અમે વિપક્ષની જવાબદારી સમજીએ છીએ. જેના પર મંત્રી વીરેન્દ્ર કુમારે કહ્યું કે વિપક્ષી દળોના શાસનવાળા રાજ્યોના મુખ્યમંત્રી પણ આ ખરડો લાવવાની માગ કરતા હતા. તો રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું હતું કે વિપક્ષ આ બિલનું સમર્થન કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Embed widget