Lok Sabha Elections 2024: આવી ગઈ BJPની ચોથી યાદી, જાણો કોને ક્યાંથી બનાવ્યા ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટી (BJP) એ આગામી લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. ચોથી યાદીમાં પુડુચેરી અને તમિલનાડુના લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
BJP Fourth Candidates List: ભારતીય જનતા પાર્ટી (BJP) એ આગામી લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. ચોથી યાદીમાં પુડુચેરી અને તમિલનાડુના લોકસભા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 7 તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી 2024નો પ્રથમ તબક્કો 19 એપ્રિલે છે. તમિલનાડુ અને પુડુચેરીમાં લોકસભા ચૂંટણી માટે મતદાન 19 એપ્રિલે જ થશે.
BJP releases the 4th list of the Lok Sabha Candidates from Puducherry and Tamil Nadu. pic.twitter.com/RGSctUWX7A
— ANI (@ANI) March 22, 2024
ભાજપે પુડુચેરી લોકસભા સીટ પર એ. નમસ્સિવાયમને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક હાલમાં કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસના વી. વૈથિલિંગમ અહીંથી સાંસદ છે. કોંગ્રેસે તેમને ફરી એકવાર તક આપી છે.
તમિલનાડુ માટે 14 ઉમેદવારો
ભાજપની ચોથી યાદીમાં તમિલનાડુના 14 ઉમેદવારોના નામ છે. આ પહેલા એક દિવસ પહેલા ભાજપે તેની ત્રીજી યાદી બહાર પાડી હતી, જેમાં તમિલનાડુના 9 ઉમેદવારોના નામ હતા. ત્રીજી યાદીમાં તમિલનાડુ બીજેપી ચીફ કે અન્નામલાઈને કોઈમ્બતુર લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે. ત્રીજી યાદીમાં બીજું સૌથી મોટું નામ તેલંગાણાના ભૂતપૂર્વ રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનનું હતું. ભાજપે તેમને ચેન્નાઈ દક્ષિણથી ટિકિટ આપી છે. તમિલિસાઈ સૌંદરરાજન તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.
ચોથી યાદીમાં તમિલનાડુની 14 બેઠકો પર આમના નામ છે.
ઉમેદવારોના નામ | લોકસભા બેઠક |
પોન વી બાલગણપતિ | તિરુવલ્લૂર |
આરસી પોલ કનગરાદ | ચેન્નઈ (ઉત્તર) |
એ અશ્વથામન | તિરુવન્નામલાઈ |
કેપી રામલિંગમ | નમક્કલ |
એપી મુરુગાનંદમ | તિરુપ્પુર |
કે વસંતરાજન | પોલાચી |
વીવી સેંથિલનાથન | કરૂર |
પી કાર્થિયાયિની | ચિદંમ્બરમ (એસસી) |
એસજીએમ રમેશ | નાગપટ્ટિનમ |
એમ મુરુગાનંદમ | તંજાવુર |
દેવનાથન યાદવ | શિવગંગા |
રામા શ્રીનિવાસન | મદુરૈ |
રાધિકા સરથકુમાર | વિરુધુનગર |
બી જોન પાંડિયન | તેનકાસી (એસસી) |
તમિલનાડુમાં લોકસભાની કુલ 39 બેઠકો છે
તમિલનાડુમાં લોકસભાની કુલ 39 બેઠકો છે. ભાજપે અહીં પીએમકે સાથે ગઠબંધન કર્યું છે. પીએમકે 39માંથી 10 સીટો પર ચૂંટણી લડશે. જ્યારે બાકીની બેઠકો પર ભાજપ લડશે. પાર્ટી દ્વારા સોમવારે (21 માર્ચ) જાહેર કરવામાં આવેલી ત્રીજી યાદીમાં, ચેન્નાઈ સેન્ટ્રલથી વિનોજ પી. સેલ્વમ, વેલ્લોરથી એ સી શણમુગમ, કૃષ્ણાગિરીથી સી નરસિમ્હન, પેરમ્બલુરથી ટી આર. પારિવેનધર, થોથુકુડીથી નૈનર નાગેન્દ્રન, કન્યાકુમારીથી પોન. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.