શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે કોઈ નિર્ણય લીધો નથીઃ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે સાથે આ બેઠકમાં કેબિનેટના પ્રધાનો તથા વિવિધ મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓની હાજરીમાં કેબિનેટની બેઠક યોજી હતી. આ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં એક પણ વિકાસલક્ષી યોજના પર પ્રતિબંધ મૂકવાનો એમની સરકારે નિર્ણય નથી લીધો.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાલ રાજ્યભરમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓ વિશે સમીક્ષા બેઠક બોલાવી હતી અને એમાં વિસ્તૃતપણે ચર્ચા કરી હતી. આ બેઠક ચાર કલાક સુધી ચાલી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે આ બેઠકમાં કેબિનેટના પ્રધાનો તથા વિવિધ મંત્રાલયોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.Maharashtra Chief Minister Uddhav Thackeray: We have not imposed any ban on any project in the meeting today, there will be emphasis on speedy implementation of all the projects. We have not taken any decision on bullet train project yet. https://t.co/1aoEvvCvRh pic.twitter.com/iigru29TCK
— ANI (@ANI) December 3, 2019
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, અમે કોઈ પણ પ્રોજેક્ટ પર પ્રતિબંધ નથી મૂક્યો. તમામ યોજનાઓમાં અમલીકરણને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો છે. અમે બુલેટ ટ્રેન યોજના અંગે હજી કોઈ નિર્ણય લીધો નથી. ઉલ્લેખનીય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નરેંદ્ર મોદી સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે.Mumbai: Maharashtra Chief Minister Uddhav Thackeray holds a review meeting of ongoing development projects in the state. pic.twitter.com/oy6czs33ae
— ANI (@ANI) December 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement