શોધખોળ કરો

CAA ને લઈ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- રાજ્યના મુસ્લિમોએ ડરવાની જરૂર નથી કારણકે.....

CAAની સામે દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, તેમના શાસનમાં પણ કોઈ મુસ્લિમ નાગરિકે ચિંતિત થવાની જરૂર નથી કારણકે રાજ્યમાં કોઈ ડિટેંશન સેન્ટર નથી.

મુંબઈઃ નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act)ની સામે દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, તેમના શાસનમાં પણ કોઈ મુસ્લિમ નાગરિકે ચિંતિત થવાની જરૂર નથી કારણકે રાજ્યમાં કોઈ ડિટેંશન સેન્ટર નથી. ઠાકરેએ મુસ્લિમ સમુદાયના કેટલાક ધારાસભ્યોના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળને આ ભરોસો આપ્યો હતો. સીએમ સાથે મુસ્લિમ ધારાસભ્યોના પ્રતિનિધિમંડળની મુલાકાત પછી એનસીપીના ધારાસભ્ય નવાબ મલિકે કહ્યું, લોકોએ નાગરિકતા સંશોધન કાયદા અંગે ડરવાની જરૂર નથી. મારી સરકાર કોઈ ધર્મ કે સમુદાયના નાગરિકોના અધિકારોને નુકસાન નહીં પહોંચવા દે. હું રાજ્યમાં શાંતિ તથા સદભાવનાની અપીલ કરું છું. તેમણે જણાવ્યું કે, નવી મુંબઈના ખારઘર સ્થિતિ ડિટેંશન સેન્ટરમાં માદક પદાર્થોની તસકરીમાં સામેલ વિદેશી નાગરિકોને રાખવામાં આવે છે. અહીંયા માત્ર 38 લોકો જ રાખી શકાય છે. આ દરમિયાન મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રમાં 30 ડિસેમ્બરે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. કેબિનેટ વિસ્તરણ દરમિયાન એનસીપીના અજિત પવારને ઉદ્ધવ ઠાકરે સરકારમાં ઉપ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવશે. સુત્રોની જાણકારી મુજબ એનસીપીના અજિત પવાર ઉપ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ અગાઉ 2014 પહેલાં કોંગ્રેસ એનસીપીના શાસનમાં બે વખત નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. ચાલુ વર્ષે અજિત પવારે 23 નવેમ્બરે બળવો કરી ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે અજિત પવારે અંગત કારણો આગળ કરી નાયબ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ કલાકોમાં જ દેવેંદ્ર ફડણવીસની સરકાર પડી ભાંગી હતી. કેબિનેટના વિસ્તરણની ચર્ચા માટે મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં લગભગ એક કલાક સુધી ચર્ચા વિચારણા કરી હતી. આ મીટિંગમાં કોંગ્રેસના કોઇ નેતા હાજર નહોતા. જોકે કેબિનેટ વિસ્તરણનો નિર્ણય કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે. મારૂતિના પૂર્વ MD જગદીશ ખટ્ટરે કર્યો 110 કરોડનો ગોટાળો, CBIએ દાખલ કર્યો કેસ ઓસ્ટ્રેલિયાએ પણ સ્વીકારી કોહલીની ‘કેપ્ટનશિપ’, સોંપ્યું ટેસ્ટ ટીમનું સુકાન, જાણો વિગતે મોદી કેબિનેટે NPR અપડેટ કરાવવાને આપી મંજૂરી, એપ દ્વારા થશે વસતી ગણતરી

ટોપ સ્ટોરી

કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget