Maharashtra Corona Update: છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 535 નવા કેસ, જાણો રાજ્યમાં કેટલો છે રિકવરી રેટ?
મહારાષ્ટ્ર(Maharashtra )માં કોરોના(Coronavirus)ના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં 525 નવા કેસ નોંધાયા હતા, જ્યારે શનિવારે 535 નવા કેસ નોંધાયા હતા.
Maharashtra Corona News: મહારાષ્ટ્ર(Maharashtra )માં કોરોના(Coronavirus)ના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં 525 નવા કેસ નોંધાયા હતા, જ્યારે શનિવારે 535 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, રાજ્યમાં આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે 10 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 963 લોકો સાજા થયા છે.
રિકવરી રેટ કેટલો?
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 535 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં 963 કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે. હવે રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 77,16,674 થઈ ગઈ છે. જે બાદ રાજ્યમાં રિકવરી રેટ વધીને 98.07 ટકા થઈ ગયો છે. તે જ સમયે, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 10 કોરોના દર્દીઓના મોત થયા છે. આ પછી રાજ્યમાં કોરોનાનો મૃત્યુદર વધીને 1.82 ટકા થઈ ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,82,14,557 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાંથી 78,68,451 સેમ્પલ એટલે કે 10.06 ટકા સેમ્પલ પોઝીટીવ આવ્યા છે.
ઓમિક્રોનના કેટલા દર્દીઓ છે?
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં 27,025 દર્દીઓ હજુ પણ હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જેમાંથી 589ને તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તે જ સમયે, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 454 લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા હતા. આ પછી, હવે રાજ્યમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 5,665 થઈ ગઈ છે. જેમાંથી RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 4,733 દર્દીઓને રજા આપવામાં આવી છે. તે જ સમયે, 184 લોકોના રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે.
ગુજરાત કોરોના કેસ
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 984 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 08 લોકો વેન્ટીલેટર પર છે. 976 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1211273 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,934 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત થયું હતું.
અમદાવાદ કોર્પોરેશનમાં 25, વડોદરા કોર્પોરેશનમાં 9, ડાંગ 6, વડોદરા 5, બનાસકાંઠા 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, રાજકોટ 2, અમદાવાદ 1, આણંદ 1, અરવલ્લી 1, ગાંધીનગર 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, સુરત કોર્પોરેશન 1 અને તાપીમાં 1 નવો કેસ નોંધાયો છે.