Maharashtra election result: મહારાષ્ટ્રમાં મહાયુતિની શાનદાર જીત પર PM મોદીનું આવ્યું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
સાથે જ તેમણે અન્ય રાજ્યોમાં પણ એનડીએની જીત માટે જનતા અને પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.
Maharashtra Election Results: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ મહારાષ્ટ્રની જીતને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા X પર લખ્યું - એકજૂટ થઈને આપણે વધુ ઊંચાઈ મેળવીશું! NDAને ઐતિહાસિક જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રના મારા ભાઈઓ અને બહેનોનો ખાસ કરીને રાજ્યના યુવાનો અને મહિલાઓનો હૃદયપૂર્વક આભાર. આ પ્રેમ અને હૂંફ અદ્રિતીય છે. હું લોકોને ખાતરી આપું છું કે અમારું ગઠબંધન મહારાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરતું રહેશે.
એનડીએના લોક કલ્યાણના પ્રયાસોની ગુંજ દરેક જગ્યાએ
સાથે જ તેમણે અન્ય રાજ્યોમાં પણ એનડીએની જીત માટે જનતા અને પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું - 'NDAના જન કલ્યાણના પ્રયાસોની ગુંજ દરેક જગ્યાએ સંભળાઈ રહી છે. પેટાચૂંટણીમાં એનડીએના ઉમેદવારોને આશીર્વાદ આપવા માટે હું અન્ય રાજ્યોના લોકોનો આભાર માનું છું. અમે તેમના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં. તેમણે આગળ લખ્યું- 'મને દરેક NDA કાર્યકર્તા પર ગર્વ છે જેમણે પાયાના સ્તરે કામ કર્યું છે. તેમણે સખત મહેનત કરી, લોકોની વચ્ચે જઈને અમારા સુશાસનના એજન્ડા પર વિસ્તારથી વાત કરી.
Development wins!
— Narendra Modi (@narendramodi) November 23, 2024
Good governance wins!
United we will soar even higher!
Heartfelt gratitude to my sisters and brothers of Maharashtra, especially the youth and women of the state, for a historic mandate to the NDA. This affection and warmth is unparalleled.
I assure the…
મહારાષ્ટ્રમાં મહાયુતિની પ્રચંડ જીત
તમને જણાવી દઈએ કે સમાચાર લખાય છે ત્યાં સુધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 67 બેઠકો જીતી છે અને 66 પર આગળ છે, જ્યારે સહયોગી પક્ષ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ અનુક્રમે 33 અને 28 બેઠકો જીતી છે. ભાજપના મુખ્ય વિજેતા ઉમેદવારોમાં વર્તમાન ધારાસભ્ય નીતીશ રાણેનો સમાવેશ થાય છે, જેમણે સિંધુદુર્ગ જિલ્લાની કંકાવલી વિધાનસભા બેઠક 58,007 મતોના માર્જિનથી જીતી હતી. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કોલાબા બેઠક પર 48,581 મતોથી જીત મેળવી છે જ્યારે શિવેન્દ્રરાજે ભોસલે સતારાથી 1,42,124 મતોના વિશાળ માર્જિનથી જીત્યા છે.
મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે શિરડી બેઠક પર 70,282 મતોની સરસાઈથી જીત મેળવી હતી. ભાજપના સાંસદ નારાયણ રાણેના મોટા પુત્ર નિલેશ રાણે શિવસેનાના ઉમેદવાર તરીકે 8,176 મતોના માર્જિનથી જીત્યા હતા. રાજ્ય મંત્રીઓ અને શિવસેનાના ઉમેદવારો ઉદય સામંત રત્નાગિરીથી જીત્યા જ્યારે દીપક કેસરકર સાવંતવાડી મતવિસ્તારમાંથી અનુક્રમે 41,590 મતો અને 39,899 મતોના માર્જિનથી જીત્યા.
શિવસેનાએ 33 બેઠકો જીતી છે અને તેના ઉમેદવારો 24 બેઠકો પર આગળ છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વમાં એનસીપીએ 28 બેઠકો જીતી છે અને 13 પર તેમના ઉમેજવારો આગળ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ નાસિક જિલ્લાના ડિંડોરી મતવિસ્તારમાંથી 44,403 મતોના માર્જિનથી જીત્યા જ્યારે અદિતિ તટકરે રાયગઢ જિલ્લાના શ્રીવર્ધન મતવિસ્તારમાંથી 82,798 મતોના માર્જિનથી જીત્યા છે.
આદિત્ય ઠાકરેએ વરલી બેઠક પરથી જીત મેળવી
એક સમયે શિવસેનાનો ગઢ ગણાતી વરલી બેઠક પર આ વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. આદિત્ય ઠાકરેએ આ બેઠક પર પોતાની જીત જાળવી રાખી છે. તેમણે મિલિંદ દેવરાને ખરાખરીના જંગમાં હરાવ્યા છે. કોંગ્રેસ છોડીને શિવસેના-શિંદે ગઠબંધનમાં જોડાનાર મિલિંદ દેવરા આ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં હતા ત્યારે શિવસેના-ઉદ્ધવ નેતા આદિત્ય ઠાકરે મહાવિકાસ અઘાડી તરફથી તેમના મુખ્ય હરીફ હતા. ગત વિધાનસભા ચૂંટણીમાં આદિત્ય ઠાકરે આ બેઠક પરથી જીત્યા હતા અને હાલમાં આદિત્ય ઠાકરે આ બેઠક પરથી ધારાસભ્ય છે.
શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વરલી બેઠક પરથી ગત વખતે પણ તેઓ આ જ બેઠક પરથી ચૂંટાયા હતા. જો કે આ વખતે તેનો રસ્તો આસાન જણાતો ન હતો કારણ કે એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ તેમની સામે મિલિંદ દેવરાને મેદાનમાં ઉતાર્યા હતા.