શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રઃ શિવસેના-ભાજપ ગઠબંધન પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે, કહ્યુ- સાથે મળી લડીશું ચૂંટણી
સૂત્રોના મતે ભાજપ રાજ્યમાં 144 બેઠકો અને શિવસેના 126 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
મુંબઇઃ વિધાનસભા ચૂંટણી અગાઉ મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને લઇને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, બંન્ને પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે જે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, હાલમાં બેઠકોની સંખ્યા પર વાતચીત ચાલી રહી છે. સૂત્રોના મતે ભાજપ રાજ્યમાં 144 બેઠકો અને શિવસેના 126 બેઠકો પર ચૂંટણી લડી શકે છે.
શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શિવસેના-ભાજપના ગઠબંધન પર કહ્યું કે, અમે સાથે મળીને ચૂંટણી લડીશું અને આ અંગેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. અમે પહેલેથી ગઠબંધન પર નિર્ણય લઇ ચૂક્યા છીએ. અણે ફક્ત બેઠકોના નંબર પર કામ કરી રહ્યા છીએ. સૂત્રોના મતે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે બેઠકોની વહેંચણીના ફોર્મુલા પર અંતિમ નિર્ણય લેવાઇ ચૂક્યો છે. ભાજપ રાજ્યમાં 144 અને શિવસેના 126 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે અન્ય સહયોગી દળો માટે 18 બેઠકો રાખવામાં આવી છે. ભાજપ અને શિવસેનાના ગઠબંધનમાં રામદાસ આઠવલેની રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય સમાજ પાર્ટી, રયત ક્રાંતિ સંગઠન અને શિવસંગ્રામ પાર્ટી પણ સામેલ થશે. સૂત્રોના કહેવા અનુસાર, શિવસેના 50-50 ફોર્મુલા પર અડગ હતી પરંતુ બંન્ને પક્ષોએ ખૂબ ચર્ચા કર્યા બાદ 144 અને 126 અને 18ના ફોર્મુલા પર રાજી થયા હતા. સૂત્રોના મતે આવતીકાલે આ અંગેની સતાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકો પર 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી થશે.Shiv Sena Chief, Uddhav Thackeray on BJP-Shiv Sena alliance: We'll contest together & going to announce it soon. We have already decided on the alliance. It is just that we are working on number of seats. #MaharashtraAssemblyPolls pic.twitter.com/Rv1FUTahBt
— ANI (@ANI) September 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion