શોધખોળ કરો
અજીત પવારને NCPના વિધાયક દળના નેતા પદેથી હટાવાયા, જાણો કોને મળી નવી જવાબદારી
એનસીપી પ્રમુખ શરદ પવારે બોલાવેલી ધારાસભ્યોની બેઠકમાં અજીત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને દિલીપ પાટીલને વિધાયક દળના નવા નેતા પસંદ કરવામાં આવ્યા છે.

મુંબઈઃ એનસીપીમાં બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવી નાયબ મુખ્યમંત્રીના આજે સવારે શપથ લઈ ચુકેલા અજીત પવાર પર પક્ષ પ્રમુખ શરદ પવારે દબાણ કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ શરદ પવારે અજીત પવારને ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપીને મળવા કહ્યું છે. આ પહેલા એનસીપીના ત્રણ સીનિયર નેતા અજીત પવારને મળવા આવ્યા હતા પરંતુ તેઓ માન્યા નહોતા. જે બાદ એનસીપી નેતા પરત ફર્યા હતા.
જે બાદ આજે રાત્રે એનસીપી પ્રમુખ શરદ પવારે બોલાવેલી ધારાસભ્યોની બેઠકમાં અજીત પવારને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને દિલીપ પાટીલને વિધાયક દળના નવા નેતા પસંદ કરવામાં આવ્યા છે.
અજીત પવારની રાજકીય સફર અજીત પવારે 1980ના દાયકમાં શરદ પવારના સાનિધ્યમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1991માં બારામતી વિધાનસભા સીટ પરથી પેટાચૂંટણી લડીને રાજનીતિમાં આવ્યા અને ત્યારથી સતત સાત વખત તેઓ આ સીટ પરથી જીતનો ઝંડો લહેરાવી ચુક્યા છે. આ વખતે પણ તેઓ વિધાનસભા ચૂંટણીમાં 1.65 લાખ કરતાં વધારે મતથી જીત્યા હતા. 1991માં સુધાકરરાવ નાઇકની સરકારમાં તેઓ પ્રથમ વખત રાજ્યમંત્રી બન્યા હતા. તેઓ ત્રણ દાયકાની રાજનીતિમાં અત્યાર સુધીમાં કૃષિ, જળ સંસાધન, ગ્રામીણ મુદ્દા, સિંચાઈ, વીજળી જેવા મંત્રાલય સંભાળી ચુક્યા છે. નવેમ્બર 2010માં તેઓ પ્રથમ વખત રાજ્યના ઉપ મુખ્યમંત્રી બન્યા હતા. શરદ પવારે અજીત પવારને કર્યું દબાણ, ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામુ આપીને મળવા કહ્યુઃ સૂત્ર બાંગ્લાદેશ સામેની ચાલુ ટેસ્ટ દરમિયાન પંતને કેમ ટીમ ઈન્ડિયામાંથી કરી દેવાયો છુટ્ટો, જાણો વિગત ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હાલત બદલાઈ છે પણ અસર નહીં પડે, સરકાર અમારી જ બનશેNCP leader Jayant Patil replaces Ajit Pawar as NCP legislative party leader. https://t.co/IlVJ6F7lWB
— ANI (@ANI) November 23, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement