શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં આજે થઈ શકે છે વિભાગોની ફાળવણી, જાણો કોને કયુ મંત્રાલય મળી શકે
મંત્રી મંડળ વિસ્તરણ બાદ બુધવારે મહાવિકાસ અઘાડીના સહયોગીઓ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ નેતાઓએ વિભાગોની ફાળવણીને લઈ બુધવારે બેઠક કરી હતી. જે બાદ વિભાગોની ફાળવણીની આજે જાહેરાત થશે તેમ માનવામાં આવી રહ્યું છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ આજે ખાતાની ફાળવણી થઈ શક છે. મંત્રી મંડળ વિસ્તરણ બાદ બુધવારે મહાવિકાસ અઘાડીના સહયોગીઓ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ નેતાઓએ વિભાગોની ફાળવણીને લઈ બુધવારે બેઠક કરી હતી. જે બાદ વિભાગોની ફાળવણીની આજે જાહેરાત થશે તેમ માનવામાં આવી રહ્યું છે.
NCP-શિવસેનાને મળી શકે છે આ ખાતા
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં બનેલી મહાવિકાસ અઘાડી સરકારમાં શિવસેનાના ખાતામાં મુખ્યમંત્રી સહિત 15 મંત્રી પદ આવ્યા છે. તેમને આવાસ, શહેરી વિકાસ, જળ સંસાધન, રાજય સડક વિકાસ, ઉદ્યોગ, ઉચ્ચ અને ટેકનોલોજી શિક્ષણ, કૃષિ વિભાગ મળી શકે છે. એનસીપીને નાણા મંત્રાલય, ગ્રામીણ વિકાસ, સામાજિક નિયોજન, ન્યાય, સિંચાઈ, ખાદ્ય અને નાગરિક પુરવઠા, શ્રમ અને લઘુમતિ જેવા મહત્વપૂર્ણ મંત્રાલયો મળી શકે છે.
કોંગ્રેસને ફાળે કયા મંત્રાલય આવી શકે
ઠાકરે સરકારમાં ત્રીજા સહયોગ પક્ષ કોંગ્રેસ છે અને તેના 12 મંત્રી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના ખાતામાં રેવન્યૂ, વીજળી, પ્રાથમિક શિક્ષણ, પીડબલ્યુડી, આદિવાસી અને મહિલા-બાળ વિકાસ જેવા મંત્રાલય મળવાની સંભાવના છે. કૃષિ અને સહકાર જેવા ગ્રાણી ક્ષેત્રો સંબંધિત વિભાગ તેના ખાતામાં આવી રહ્યા નથી, જેને લઈ કોંગ્રેસમાં નારાજગી છે અને પાર્ટીએ વિભાગોની અદલા-બદલી તેથી વિભાગોની સંખ્યામાં વધારાની માંગ કરી છે.
મહારાષ્ટ્રમાં સોમવાર, તા. 30 ડિસેમ્બર, 2019ના રોજ ઉદ્વવ ઠાકરે સરકારના કેબિનેટનું વિસ્તરણ થયું હતું. આ મંત્રીમંડળના વિસ્તરણમાં ત્રણેય પાર્ટીઓના કુલ 36 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા. એનસીપી નેતા અજિત પવારને રાજ્યના ડેપ્યૂટી સીએમ પદના શપથ ગ્રહણ કર્યા હતા. દોઢ મહિનામાં અજિત પવારે બીજી વખત ડેપ્યુટી સીએમના શપથ લીધા હતા. કેબિનેટ મંત્રીઓનું લિસ્ટ અજિત પવાર,ઉપમુંખ્યમંત્રી, આદિત્ય ઠાકરે (શિવસેના), અશોક ચૌહાણ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ), દિલીપ વલ્સે પાટિલ, કેબિનેટ મંત્રી (NCP), ધનંજય મુંડે, કેબિનેટ મંત્રી (NCP), વિજય વડેટ્ટીવાર, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ), અનિલ દેશમુખ, કેબિનેટ મંત્રી (NCP),હસન મશ્રીફ, કેબિનેટ મંત્રી (NCP),વર્ષા ગાયકવાડ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ),રાજેન્દ્ર શિંગણે, કેબિનેટ મંત્રી (NCP),નવાબ મલિક, કેબિનેટ મંત્રી (NCP),રાજેશ ટોપે, કેબિનેટ મંત્રી (NCP),કેદાર સુનીલ છત્રપાલ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ),સંજય રાઠોડ, કેબિનેટ મંત્રી (શિવસેના),ગુલાબ રાવ પાટીલ, કેબિનેટ મંત્રી (શિવસેના),અમિત દેશમુખ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ),ભૂસે દાદાજી, કેબિનેટ મંત્રી (શિવસેના),જિતેન્દ્ર આવ્હાડ, કેબિનેટ મંત્રી (શિવસેના),સંદીપન ભૂમરે, કેબિનેટ મંત્રી (શિવસેના),બાલાસાહેબ પાટિલ, કેબિનેટ મંત્રી (NCP), યશોમતિ ઠાકુર, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ) કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા. અનિલ પરબ કેબિનેટ મંત્રી શિવસેના, ઉદય સામંત કેબિનેટ મંત્રી શિવસેના, કેસી પાડવી કેબિનેટ મંત્રી (કૉંગ્રેસ), શંકર રાવ ગડાખ કેબિનેટ મંત્રી અપક્ષ (શિવસેના સમર્થિત), અસલમ શેખ કેબિનેટ મંત્રી (કૉંગ્રેસ), આદિત્ય ઠાકરે (શિવસેના) 10 ધારાસભ્યોએ રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા. અબ્દુલ સત્તાર, બંટી પાટિલ, શંભૂરાજ દેસાઇ, બચ્ચૂ કડૂ, વિશ્વજીત કદમ, દત્તાત્રેય ભરણે, અદિતિ તટકરે, સંજય બનસોન્ડે, પ્રાણક્ત તનપુરે, રાજેન્દ્ર પાટિલે રાજ્યમંત્રીના શપથ લીધા હતા. ‘તારક મહેતા કા....’માં થશે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આ સ્ટાર એકટરની એન્ટ્રી, ટપુ સેના કરશે ડાન્સ પરફોર્મ રાજસ્થાનઃ પાકિસ્તાનની હિન્દુ શરણાર્થી છોકરીને ન મળી પરીક્ષા આપવાની મંજૂરી, જાણો વિગત સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, આ કોડવર્ડ પર હાજર થઈ જતી કોલ ગર્લ'ठाकरे'सरकारचं मंत्रिमंडळ#CabinetExpansion #UddhavThackeray #MahaVikasAghadi #मंत्रिमंडळविस्तार pic.twitter.com/RLLJLQ40I8
— ABP माझा (@abpmajhatv) December 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement