શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનઃ પાકિસ્તાનની હિન્દુ શરણાર્થી છોકરીને ન મળી પરીક્ષા આપવાની મંજૂરી, જાણો વિગત
દેશમાં હાલ નાગરિકતા સંશોધન કાયદાને લઈ વિરોધ અને સમર્થનમાં રેલીઓ થઈ રહી છે. આ દરમિયાન રાજસ્થાનમાં દમી કોહલીને નામની પાકિસ્તાની હિન્દુ શરણાર્થીને રાજસ્થાન શિક્ષણ બોર્ડે કથિત રીતે પરીક્ષા ફોર્મ ભરવાની મંજૂરી ન આપતા વિવાદ વધી ગયો છે.
જયપુરઃ દેશમાં હાલ નાગરિકતા સંશોધન કાયદાને લઈ વિરોધ અને સમર્થનમાં રેલીઓ થઈ રહી છે. આ દરમિયાન રાજસ્થાનમાં દમી કોહલીને નામની પાકિસ્તાની હિન્દુ શરણાર્થીને રાજસ્થાન શિક્ષણ બોર્ડે કથિત રીતે પરીક્ષા ફોર્મ ભરવાની મંજૂરી ન આપતા વિવાદ વધી ગયો છે. દમી 12માં ધોરણની પરીક્ષા આપવાની હતી, જે માટે તેની પાસે યોગ્યતા પ્રમાણ પત્ર માંગવામાં આવ્યું. વિવાદ સામે આવ્યા બાદ રાજ્યના શિક્ષણમંત્રી ગોવિંદ સિંહ ડોટાસરએ કહ્યું કે, પરીક્ષા નિયમોમાં બદલાવ છતાં છોકરીને પરીક્ષાની મંજૂરી આપવામાં આવશે.
રેફ્યુજી કેમ્પમાં રહે છે વિદ્યાર્થીની
દમી કહોલીએ થોડા વર્ષ પહેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતથી ભારત આવી હતી. તેના પરિવારે ધાર્મિક યાતનાના કારણે પાકિસ્તાન છોડવું પડ્યું હતુ. તેણે 10મા સુધીનો અભ્યાસ પાકિસ્તાનમાં કર્યો છે. તે જોધપુર નજીક આવેલા આંગનવા રેફ્યુજી કેમ્પમાં રહે છે. આ કારણે તેણે એક સ્કૂલમાં 11માં ધોરણમાં એડમિશન લીધું હતું.
ધોરણ 11 પાસની માર્કશીટ પણ છે વિદ્યાર્થીની પાસે
તેણે ન્યૂઝ એન્જસી એએનઆઈને કહ્યું, 2018માં મેં સ્કૂલમાં એડમિશન લીધું હતું. મેં વર્ષભર અભ્યાસ કર્યો ને 11મું ધોરણ પાસ કર્યું. મારી પાસે માર્કશીટ પણ છે. હાલ બોર્ડ પરીક્ષામાં માત્ર એક મહિનો જ બાકી રહ્યો છે અને મને નોટિસ આપીને જણાવાયું કે પરીક્ષામાં સામેલ થવાની મંજૂરી નહીં મળે. મેં સ્કૂલને તમામ પ્રૂફ આપ્યા છે અને મને શિક્ષણનો અધિકાર મળવો જોઈએ.
શું કહ્યું રાજસ્થાનના શિક્ષણ મંત્રીએ ? આ ઘટના સામે આવ્યા બાદ શિક્ષણ મંત્રીએ કહ્યું, પાકિસ્તાની દુતાવાસને પત્ર લખીને છોકરીના સિલેબસ અંગે જાણકારી માંગવામાં આવી છે. તેણે પાકિસ્તાન બોર્ડથી 10માં સુધીનો અભ્યાસ પૂરો કર્યો છે અને હવે રાજસ્થાનમાં 12માની પરીક્ષા આપવા માંગે છે. અમે પાકિસ્તાની દૂતાવાસને એક પત્ર લખીને સિલેબસની જાણકારી માંગી છે. અમે રાજસ્થાન અને પાકિસ્તાનના સિલેબસને મેળવી રહ્યા છીએ. જો પાકિસ્તાન તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળશે તો છોકરીને પરીક્ષાની મંજૂરી આપવામાં આવશે. સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, આ કોડવર્ડ પર હાજર થઈ જતી કોલ ગર્લ હાર્દિક પંડ્યાની મંગેતરનું પહેલા આ એક્ટર સાથે હતું અફેયર, જાણો વિગત નવા વર્ષ પર ખેડૂતોને મોદી સરકારની ભેટ, ખાતામાં જમા કરવામાં આવશે 11,000 કરોડ રૂપિયા મધદરિયે ક્રૂઝ પર ‘DJ વાલે બાબુ’ ગર્લને હાર્દિક પંડ્યાએ કિસ કરીને કર્યું , જુઓ સગાઈની તસવીરોPak Hindu refugee denied clearance to appear in Class XII exams, Rajasthan Minister assures permission Read @ANI story | https://t.co/PTldy9fbNj pic.twitter.com/7gRPYHqs0J
— ANI Digital (@ani_digital) January 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement