શોધખોળ કરો
Advertisement
‘તારક મહેતા કા....’માં થશે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આ સ્ટાર એકટરની એન્ટ્રી, ટપુ સેના કરશે ડાન્સ પરફોર્મ
દયાબેનની એક ઝલકે શોમાં ફરીથી નવો પ્રાણ પૂર્યો છે. શોમાં એક્ટર અજય દેવગન અને કાજોલ આવવાના છે. તેઓ આગામી ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરના પ્રમોશન માટે આવશે.
મુંબઈઃ ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલ નવા વર્ષનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. 2020નું સ્વાગત એક શાનદાર પાર્ટી સાથે કરવામાં આવ્યું હતું. 2020ની શરૂઆત ગોકુલધામ સોસાયટી માટે સ્પેશિયલ થઈ જવા રહી છે. શોમાં સ્પેશિયલ ગેસ્ટ એન્ટ્રી કરવાના છે.
શોમાં એક્ટર અજય દેવગન અને કાજોલ આવવાના છે. તેઓ આગામી ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરના પ્રમોશન માટે આવશે. ગોકુલધામ સોસાયટીમાં અજય અને કાજોલનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવશે.
શોમાં ટપુ સેના શાનદાર ડાંસ પરફોર્મંસ કરશે. ટપુ સેના ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વોરિયરના સોંગ શંકરા રે શંકરા પર ડાન્સ કરશે. સોશિયલ મીડિયા પર ટપુ સેનાનો પરફોર્મ કરતો ફોટો વાયરલ થઈ રહ્યો છે.
ગોકુલધામ સોસાયટી 2020ની શરૂઆત રૂટીન કામ કરીને કરશે. આત્મારામ ભીડે અખબાર વાંચશે અને કોઈને બોલાવવાનું વિચારશે. તે ગોકુલધામ સોસાયટીને સરપ્રાઈઝ આપવાનો પ્લાન કરશે. પોપટલાલ સાથે મળીને અજય અને કાજોલને બોલાવવાની તૈયારી કરશે.
દયાબેનની એક ઝલકે શોમાં ફરીથી નવો પ્રાણ પૂર્યો છે. શો ટીઆરપી રેટિંગમાં ટોપમાં છે.
રાજસ્થાનઃ પાકિસ્તાનની હિન્દુ શરણાર્થી છોકરીને ન મળી પરીક્ષા આપવાની મંજૂરી, જાણો વિગત
સ્પાની આડમાં ચાલતું હતું સેક્સ રેકેટ, આ કોડવર્ડ પર હાજર થઈ જતી કોલ ગર્લ
હાર્દિક પંડ્યાની મંગેતરનું પહેલા આ એક્ટર સાથે હતું અફેયર, જાણો વિગત
મધદરિયે ક્રૂઝ પર ‘DJ વાલે બાબુ’ ગર્લને હાર્દિક પંડ્યાએ કિસ કરીને કર્યું , જુઓ સગાઈની તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement