શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં MNSએ લગાવ્યા પોસ્ટર, બાંગ્લાદેશી-પાકિસ્તાની ઘુસણખોરોની જાણકારી આપનારને મળશે ₹5000
આ મહિને એમએનએસના કાર્યકર્તાઓએ શહેર શહેર ફરીને ઘુસણખોરોને પકડીને પોલીસને સોંપ્યા હતા.
નવી દિલ્હીઃ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ જાહેરાત કરી છે કે બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરની જાણકારી આપનારને પાંચ હજાર રૂપિયા ઇનામમાં આપશે. એમએનએસને તેના માટે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદમાં પોસ્ટ પણ લગાવ્યા છે. રાજ ઠાકરે પોતાની અનેક રેલીઓમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરને બહાર કાઢવાની માગ કરી ચૂક્યા છે.
રાજ ઠાકરેની ઘુસણખોરોને બહાર કાઢવાનું અભિયાન છેલ્લાં ઘણાં મહિનાથી ચાલી રહ્યું છે. હવે તેની પાર્ટીએ ઔરંગાબાદમાં પાંચ હજાર રૂપિયા ઇનામમાં આપવાના પોસ્ટર લગાવ્યા છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
ઘુસણખોરોને પકડી રહ્યા છે એમએનએસના કાર્યકર્તા જણાવીએ કે, આ મહિને એમએનએસના કાર્યકર્તાઓએ શહેર શહેર ફરીને ઘુસણખોરોને પકડીને પોલીસને સોંપ્યા હતા. 13 ફેબ્રુઆરીએ એમએનએસના કાર્યકર્તાોએ મુંબઈના ડીબી માર્ગ, બોરિવલી, દહિસર, ઠામે અને વિરારમાં 50થી વધારે બાંગ્લાદેશીઓને પકડીને પોલીસને સોંપ્યા હતા. પોલીસ આ લોકોની તપાસ કરી રહી છે. હિંદુત્વના ટ્રેક પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નોંધનીય છે કે, આ વર્ષે 23 જાન્યુઆરીએ પોતાની પાર્ટીના પ્રથમ અધિવેશનમાં રાજ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું કે તેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્મઆણ સેનાનું એન્જિન હવે હિંદુત્વના ટ્રેક પર દોડશે. રાજ ઠાકરેએ પોતાની પાર્ટીના નવા ઝંડાનું અનાવરણ કરીને પાર્ટીની નવી દિશા અને વિચારધારાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા. પોતાના ભાષણમાં તેમણે કહ્યું હતું કે, ‘જો એનઆરસી દ્વારા પાકિસ્તાની અને બાંગ્લાદેશી ઘુસણખોરોને બહાર કાઢવામાં આવશે તો મારું ભાજપને સમર્થન છે.’Maharashtra: Poster of Maharashtra Navnirman Sena (MNS) stating to reward with Rs 5,000 the informers who give accurate information about illegal Pakistani and Bangladeshi infiltrators, put up in Aurangabad. (27.02) pic.twitter.com/8WoGXfMq0E
— ANI (@ANI) February 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement