શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્ર: છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 5493 નવા કેસ, અત્યાર સુધીમાં કુલ 7429 લોકોના મોત
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના એક જ દિવસમાં રેકોર્ડ 5493 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 164626 પર પહોંચી છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના એક જ દિવસમાં રેકોર્ડ 5493 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 164626 પર પહોંચી છે. એક સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે આ સિવાય, કોરોનાથી વધુ 156 લોકોના મોત થયા રાજ્યમાં મહામારીને કારણે કુલ મૃત્યુઆંક વધીને 7,429 પર પહોંચી ગયો છે.
અધિકારીએ જણાવ્યું કે મૃત્યુ પામનાપા 156 લોકોમાંથી 60 લોકોના મોત છેલ્લા 48 કલાક દરમિયાન થયા છે જ્યારે અન્યના મોત પહેલા થયા છે. અધિકારીએ જણાવ્યું કે દિવસમાં 2,230 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે જેનાથી સ્વસ્થ થતા લોકોની સંખ્યા 86575 પર પહોંચી છે. રાજ્યમાં હાલ પણ 70607 લોકો સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં 923502 લોકોની કોરોના વાયરસ સંક્રમણના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સ્પષ્ટ કહ્યું હતું કે, રાજ્યમાં 30 જૂન બાદ પણ લોકડાઉન હટાવવામાં આવશે નહીં. રાજ્યના લોકોને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યુ કે ,30 જૂન બાદ લોકડાઉન હટાવવામાં આવશે નહીં. સ્થિતિ અગાઉ જેવી રહેશે નહીં. આપણે છૂટ આપતા સમયે ખૂબ સાવધાનીઓ રાખવી પડશે અને તેને ધીરે ધીરે છૂટ આપવી પડશે કારણ કે ખતરો હજુ ખત્મ થયો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion