Maharashtra Lockdown: મહારાષ્ટ્રમાં કોરોનાના 14000થી વધુ નવા કેસ સામે આવ્યા, CM ઉદ્ધવ ઠાકરેએ કડક લોકડાઉનના સંકેત આપ્યા
કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘણા વિસ્તારમાં કડક લોકડાઉનની ચેતવણી આપી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા કડક લોકડાઉન લગાવવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. રાત્રે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 14,317 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
છેલ્લા 24 કલાકમાં 57 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22,66,374 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. જેમાંથી 21,06,400 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 52,667 લોકોના મોત થયા છે.
કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘણા વિસ્તારમાં કડક લોકડાઉનની ચેતવણી આપી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા કડક લોકડાઉન લગાવવામાં આવશે. લોકડાઉનની જાહેરાત કરતા પહેલા સરકાર અધિકારીઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે નાગપુરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતા 15 માર્ચથી લઈને 31 માર્ચ સુધી કડક લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.