Maharashtra: લાઉડસ્પીકર વિવાદને લઈ ભડક્યા સંજય રાઉત, રાજ ઠાકરેની સરખામણી આ મુસ્લિમ નેતા સાથે કરી
લાઉડસ્પીકરને લઈને મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે લાઉડસ્પીકર-અજાન વિવાદ પર નિવેદન આપ્યું છે.
લાઉડસ્પીકરને લઈને મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજનીતિ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે લાઉડસ્પીકર-અજાન વિવાદ પર નિવેદન આપ્યું છે. સંજય રાઉતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેને મહારાષ્ટ્રના ઓવૈસી ગણાવ્યા છે. સંજય રાઉતે લાઉડસ્પીકર વિવાદ પર વાત કરતાં પહેલાં ભાજપ ઉપર અને પછી MNS ચીફ રાજ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું કે, બીજેપી માટે રાજ ઠાકરે મહારાષ્ટ્રના ઓવૈસી છે.
સંજય રાઉતે વધુમાં કહ્યું કે, જે કામ AIMIM ચીફ ઓવૈસીએ ઉત્તર પ્રદેશમાં કર્યું, તે કામ ભાજપ મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે દ્વારા કરાવવા માંગે છે. સંજય રાઉતના આ નિવેદન બાદ સામનાની ઓફિસ બહાર એક પોસ્ટર જોવા મળ્યું હતું. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, "તમે કોને ઓવૈસી કહ્યું? સંજય રાઉત, તમે તમારું લાઉડસ્પીકર બંધ કરો". જો કે, આ પોસ્ટર MNS દ્વારા લગાવવામાં આવ્યું છે કે અન્ય કોઈ દ્વારા તેની પુષ્ટિ નથી કરવામાં આવી.
Mumbai:Poster that reads "Whom did you call Owaisi? Sanjay Raut shut down your loudspeaker,whole Maharashtra facing problem due to it or else we'll shut down your loudspeaker in MNS style" seen outside Saamana Office
Raut reportedly called Raj Thackeray 'Maharashtra ka Owaisi' pic.twitter.com/qMurBPmC0Y— ANI (@ANI) April 16, 2022
પુણે શહેરમાં હનુમાન ચાલીસાના પાઠ
મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોમાં મસ્જિદમાં લાઉડસ્પીકર વગાડવાને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે આજે હનુમાન જયંતિના અવસર પર MNS પ્રમુખ રાજ ઠાકરે પુણે શહેરમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. આ અંગે મનસેએ એક પોસ્ટર પણ બહાર પાડ્યું હતું જેમાં લોકોને મહા આરતીમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ