શોધખોળ કરો
દેશના આ મોટા શહેરમાં ઘેર બેઠાં માત્ર અવાજના આધારે કોરોના થયો છે કે નહીં તેનો કરાશે ટેસ્ટ, જાણો શું છે નવી ટેકનિક ?
આ ટેસ્ટને પહેલા ઈઝરાયલ અને અમેરિકામાં કરવામાં આવી રહ્યો છે. આ કરવાની પાછળ BMCનો વિશ્વાસ માત્ર એટલો જ છે કે જો કોઈ કોરોના પોઝિટિવ છે, તો તેનો અવાજ બદલાઈ જાય છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી હ્યા છે. મહારાષ્ટ્ર સૌથી વધારે કોરોના પ્રભાવિત રાજ્યમાં ટોપ પર છે. મહારાષ્ટ્રમાં દર્દીની સંખઅયા ઝડપથી વધી હી છે. હવે મહારાષ્ટ્ર સરકાર કોરોના ટેસ્ટિંગ માટે એક નવી ટેકનીકનો ઉપયોગ કરવા જઈ રહી છે. આ ટેકનીક બાદ અવાજથી જ કોરોનાની તપીસ થઈ જશે.
શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ ટ્વિટર પર તેના વિશે જાણકારી આપી છે. આદિત્ય ઠાકરેએ ટ્વીટ કર્યું, ‘બીએમસી અવાજના નમૂનાનો ઉપયોગ કરીને AI આધારિત કોવિડ ટેસ્ટિંગનું એક પરીક્ષણ કરશે. આરટી-પીસીઆર ટેસ્ટિંગ પણ ચાલતું રહશે, પરંતુ વિશ્વભરમાં ટેસ્ટની નવી ટેકનીક સાબિત કરે છે કે મહામારીએ આવણા સ્વાસ્થ્ય સ્ટ્રક્ચરમાં ટેકનીકનો ઉપયોગ કરી વસ્તુઓને અલગ રીતે જોવાની અને વિકસિત કરવામાં મદદ કરી છે.’
BMCના એડિશનલ કમિશનર સુરેશ કકાનીનું કહેવું છે કે ઈઝરાયલ અને અમેરિકામાં આ ટેકનીકથી કોરોનાનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ મહિને શરૂ થનારો પાયલટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગળ પણ તેનો અમલ કરાશે. ટેસ્ટને અંજામ આપનારી વોકલિસ હેલ્થ અમેરિકન કંપની છે.
અમેરિકા અને ઈઝરાયલમાં પહેલાથી ટેસ્ટ થઈ રહ્યો છે
આ ટેસ્ટને પહેલા ઈઝરાયલ અને અમેરિકામાં કરવામાં આવી રહ્યો છે. આ કરવાની પાછળ BMCનો વિશ્વાસ માત્ર એટલો જ છે કે જો કોઈ કોરોના પોઝિટિવ છે, તો તેનો અવાજ બદલાઈ જાય છે. પાયલટ પ્રોજેક્ટ હેઠળ હાલ આ ટેસ્ટ મફતમાં કરવામાં આવી રહ્યો છે.
આવી રીતે ઉપયોગ થશે
આ ટેકનીનાં સોફ્ટવેર સ્માર્ટફોન અથવા ટેબમાં ડાઉનલોડ કરી પોતાનો જ અવાજ રેકોર્ડ કરવાથી 30 મિનિટમાં કોરોનાનું પરિણામ આવી જશે. સોફ્ટવેર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા કામ કરશે અને ઘરે, ઓફિસમાં અથવા બહાર જતા પહેલા પોતાનો ટેસ્ટ કરી શકાય છે. આ ટેસ્ટ શરૂઆતના લક્ષણ દેખાવા પર કારગર સાબિત થાય છે. જેનો વિદેશોમાં 85% સુધી સકારાત્મક પરિણામ જોવા મળ્યું છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
દેશ
ક્રિકેટ
Advertisement