શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, ઉદ્વવ ઠાકરેએ ગઠબંધન નેતાઓ સાથે બેઠક કરી, રાહુલે ફોન પર આપ્યુ આશ્વાસન
બીજેપીનો આરોપ છે કે, ઉદ્વવ ઠાકરે સરકાર કોરોનાના સામનો કરવામા નિષ્ફળ રહી છે, આ બધાની વચ્ચે આજે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતાઓની સાથેની બેઠક થઇ હતી
મુંબઇઃ કોરોના વાયરસના સંકટની વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે, રાજનીતિમાં પળે પળમાં ખેલ બદલાઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં રાજકીય ખેંચાખેંચ ચાલી રહી છે, બીજેપી સતત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી રહ્યું છે.
બીજેપીનો આરોપ છે કે, ઉદ્વવ ઠાકરે સરકાર કોરોનાના સામનો કરવામા નિષ્ફળ રહી છે, આ બધાની વચ્ચે આજે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેની શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતાઓની સાથેની બેઠક થઇ હતી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના મોટા નેતા સાથે સીએમ ઉદ્વવ ઠાકેરની બેઠક પૂર્ણ થઇ ગઇ છે, મનાઇ રહ્યું છે કે રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી છે. રાહુલે ઉદ્વને આશ્વાસન આપ્યુ છે કોરોનાના આ સંકટમાં કોંગ્રેસ તમારી સાથે ઉભી છે.
છેલ્લા ત્રણ દિવસોથી શિવસેના, એનસીપીના નેતાઓ રાજ્યપાલ સાથે થઇ રહેલી મુલાકાતો અને બન્ને પાર્ટીઓના નેતાઓ વચ્ચે થઇ રહેલી બેઠકોએ ગઠબંધનની સરકાર પર કોંગ્રેસના મહત્વ પર સવાલો ઉભા કરી દીધા છે. વળી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનથી પણ સ્પષ્ટ થઇ ગયુ છે કે કોંગ્રેસને ગઠબંધનની આ સરકારમાં ટકી રહેવામાં બહુ દિલચસ્પી નથી. આવામાં કોંગ્રેસને અલગ રાખીને શિવસેના-એનસીપી, બીજેપીની સાથે સરકાર બનાવવા પર આગળ વધી રહ્યાં છે કે શું આવા સવાલો ઉભા થયા છે.
જોકે, ગઠબંધન તરફથી વારંવાર કહેવાઇ રહ્યુ છે કે, ઉદ્ધવ ઠાકરે સરકારને કોઇપણ પ્રકારનો ખતરો નથી. બીજેપી સતત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરીને ઠાકરે સરકારને મુશ્કેલીમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રાજ્ય સરકારને લાગી રહ્યું છે કો કોરોનાની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે, અને આના પર ચર્ચા કરવા શિવસેના, એનસીપીના નેતાઓ રાજ્યપાલને મળી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion