Tripura New CM: માણિક સાહાએ ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
માણિક સાહાએ રવિવારે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજભવન ખાતે રાજ્યપાલ સત્યદેવ નારાયણ રાયે શપથ લેવડાવ્યા હતા
Manik Saha Oath: માણિક સાહાએ રવિવારે ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજભવન ખાતે રાજ્યપાલ સત્યદેવ નારાયણ રાયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે બિપ્લબ દેવે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યા પછી તરત જ ભાજપે સાહાને મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન પર મળેલી બેઠકમાં ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા હતા.
Manik Saha takes oath as Tripura Chief Minister
— ANI Digital (@ani_digital) May 15, 2022
Read @ANI Story | https://t.co/caDdeMiRXC#ManikSaha #TripuraCM #ChiefMinister #ManikSahaTakesOath pic.twitter.com/ivBt7gPPaS
We will move forward with the development issue of PM Modi and the BJP. We'll also enhance law and order in the state along with resolving the issues of the people of Tripura. There's no political challenge for us: Tripura CM Manik Saha pic.twitter.com/nLWqgHGakd
— ANI (@ANI) May 15, 2022
માણિક સાહા ત્રિપુરા ભાજપના અધ્યક્ષ છે અને રાજ્યસભાના સાંસદ પણ છે. છેલ્લા કેટલાક દિવસોથી ત્રિપુરામાં ભાજપના નેતાઓ પાર્ટી છોડી રહ્યા હતા. આ પહેલા શુક્રવારે 13 મેના રોજ બિપ્લબ દેબ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકના માત્ર 24 કલાક બાદ 14 મેના રોજ તેઓ રાજ્યપાલ પાસે ગયા અને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
રાજીનામું આપ્યા બાદ બિપ્લબ દેબે શું કહ્યું?
રાજીનામું આપ્યા બાદ બિપ્લબ દેબે કહ્યું કે, પાર્ટી ટોપ પર છે. હું ભાજપનો વફાદાર કાર્યકર છું. મને લાગે છે કે મેં મને મળેલી જવાબદારી સાથે ન્યાય કર્યો છે. મેં ત્રિપુરાના સર્વાંગી વિકાસ માટે કામ કર્યું
ભાજપે બેઠક બોલાવી હતી
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાહાના નામ પર મહોર મારવામાં આવી હતી. બિપ્લબ દેબના રાજીનામા બાદ ઘણા નામો પર ચર્ચા થઈ રહી હતી જેમાં માનિક સાહાનું નામ પણ સામેલ છે. આખરે તમામ નેતાઓએ સાહાને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા હતા.