શોધખોળ કરો
Advertisement
મનીષ સિસોદિયાએ કહ્યું- કથિત રેપના આરોપી અમાનતુલ્લા ખાનનું રાજીનામું સ્વીકાર કરવામાં આવશે નહીં
નવી દિલ્લી: ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા વિરુદ્ધ તેમના એક સંબંધીની ફરિયાદ પર દક્ષિણ-પૂર્વી દિલ્લીના જામિયા નગર પોલીસ સ્ટેશનમાં જાતીય શોષણનો કેસ નોંધાવવામાં આવ્યો છે. ત્યારે તેમની પાર્ટી તેમના બચાવમાં ઉતરી છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, આ તેમના પરિવારનો 6 વર્ષ જૂનો વિવાદ છે.
મનીષ સિસોદિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટી ફરિયાદોની આંતરિક તપાસ કરે છે. અમાનતુલ્લા ખાનના તથ્યની તપાસ કરવામાં આવી છે. આ તેમના પરિવારનો 6 વર્ષ જૂનો કેસ છે. અમાનતુલ્લાનું નામ જબરદસ્તીથી આ કેસમાં લેવામાં આવ્યું છે.
સિસોદિયાએ કહ્યું કે, અમાનતુલ્લા ઈમાનદારીથી વક્ફ બોર્ડની જમીનોના કૌભાંડોને ઉજાગર કરી રહ્યા છે. જેના લીધે તેમને ટોર્ગેટ કરવામાં આવી રહ્યા છે. દિલ્લી પોલીસ AAPનું નામ સાંભળતાની જ સાથે નેતાઓને ઉઠાવી લે છે. જ્યારે બીજી બાજુ અમાનતુલ્લાએ પણ કહ્યું હતું કે, હું વક્ફ બોર્ડમાં થયેલા કૌભાંડોને ઉજાગર કરી રહ્યો છે. જેના લીધે મારા વિરુદ્ધ કાવતરું ઘડાઈ રહ્યું છે.
અમાનતુલ્લાએ કહ્યું ક્યું ઘર એવું છે જ્યાં ઝઘડા થતા નથી. સાળો અને તેની પત્ની વચ્ચે ઝઘડો થાય છે. તે મારી બહેન જેવી છે. આ મહિલા સાથે છેલ્લા 4 વર્ષથી મારી કોઈ વાત થઈ નથી. પોલીસ મારી કૉલ ડિટેલ કાઢી શકે છે. તેમને કહ્યું કે, એક વર્ષ પહેલા મારા બહેનના લગ્ન હતા. તેમાં આ મહિલા આવી હતી. પરંતુ તેની સાથે મારી કોઈ વાત થઈ નહોતી. બે મહિના પહેલા તેમનો ઝઘડો થયો હતો. પોલીસે ફરિયાદ પછી સાળાને ઘરમાંથી હાંકી કાઢ્યો હતો. મેં મારા સાળાને દુકાન અપાવી હતી. અને 3 દિવસ પહેલા તે મહિલાએ મારા સાળાને છૂટાછેડાની નોટિસ અલીગઢથી મોકલી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement