દેશના ક્યા 8 રાજ્યોની સ્કૂલોમાં આપી દેવાયું માસ પ્રમોશન, જાણો મહત્ત્વની વિગત
રાજ્યમાં વધતા કોરોનાને કેસને ધ્યાનમાં રાખીતે મહારાષ્ટ્રામાં ધોરણ 1થી 8 અને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને કોઈપણ પરીક્ષા વગર માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.
![દેશના ક્યા 8 રાજ્યોની સ્કૂલોમાં આપી દેવાયું માસ પ્રમોશન, જાણો મહત્ત્વની વિગત Mass promotion given in the schools of which 8 states of the country, know the important details દેશના ક્યા 8 રાજ્યોની સ્કૂલોમાં આપી દેવાયું માસ પ્રમોશન, જાણો મહત્ત્વની વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/5d41438be44645a4c436ca08b34f95a6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોરોનાની બીજી લહેરમાં બોર્ડ પરીક્ષાઓ સહિત તમામ પરીક્ષાઓ લેવાશે કે નહીં તેને લઈને અનેક સવાલો છે. ત્યારે તમિલનાડુ, મહારાષ્ટ્ર સહિત અત્યાર સુધીમાં આઠ રાજ્યો એવા છે જેમણે પરીક્ષા લીધા વગર જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે બોર્ડ પરીક્ષા ખાસ કરીને 12ની બોર્ડ પરીક્ષાને લઈને કોઈ નિર્ણય કરવામાં આવ્યો છે. હજુ બોર્ડ પરીક્ષા શરૂ થવામાં 22-25 દિવસ બાકી છે. આવો જાણીએ ક્યા રાજ્યોએ પરીક્ષા વગર જ માસ પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્ર
રાજ્યમાં વધતા કોરોનાને કેસને ધ્યાનમાં રાખીતે મહારાષ્ટ્રામાં ધોરણ 1થી 8 અને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને કોઈપણ પરીક્ષા વગર માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં બોર્ડની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. મહારાષ્ટ્રમાં 23 એપ્રિલથી ધોરણ 12 અને 29 એપ્રિલથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા શરૂ થશે.
તમિલનાડુ
તમિલનાડુ સરકારે ધોરણ 9, 10 અને 11 વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ નિયમ 110 અંતર્ગત વિધાનસભામાં જાહેરાત કરી હતી કે 2020-21ના શૈક્ષણિક વર્ષમાં આ ધોરણા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે નહીં અને તેમને આગળના ધોરણમાં પ્રમોટ કરવામાં આવશે.
છત્તીસગઢ
છત્તીસગઢ શિક્ષણ બોર્ડે આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા છોડીને તમામ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે ધોરણ 1થી 9 અને ધોરણ 11 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.
રાજસ્થાન
રાજસ્થાને હાલમાં માત્ર ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. અહીં ધોરણ 6, 7, 9 અને ધોરણ 11ની પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજાવાની છે. ધોરણ 8ની પરીક્ષા પહેલાની જે બોર્ડ પરીક્ષા લેવાશે.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશની યોગી સરકારે આ વર્ષે પણ સરકારે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધોરણ 9 અને 11ને લઈને કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
દિલ્હી
દિલ્હી સરાકરે પણ નર્સરથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધોરણ 9 અને 11માં પણ માસ પ્રમોશન આપવાની વાલીઓની માગ ઉઠી છે.
ઓડિશા
ઓડિશાએ પણ ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.
અસમ
અસમ સરાકરે પણ ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે એ પ્રમાણે પરીક્ષા લેવાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)