શોધખોળ કરો
મથુરામાં થયેલી હિંસા મામલે માયાવતીએ સીબીઆઈ તપાસની કરી માંગણી

લખનઉ: મથુરામાં થયેલી હિંસા પછી ઉત્તરપ્રદેશની સરકાર ઉપર વિપક્ષ દ્ધારા આકરા પ્રહારો થઈ રહ્યા છે. યૂપીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે અને એવામાં મથુરાની ઘટના એક મોટો વિવાદ બનતી જણાઈ રહી છે. વિપક્ષે યૂપીની કથડતી કાયદા વ્યવસ્થા ઉપર જોરદાર આકરા પ્રહારો કર્યા છે. બીએસપી પ્રમુખ માયાવતીએ આ મામલે એક પ્રેસ કૉંફ્રેસ કરી હતી, જેમાં તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, યૂપી સરકારની છબી દેશની સૌથી ખરાબ સરકારની છબી છે. સાથે બસપા નેતાએ મથુરા મામલે તટસ્થ ન્યાયિક અને સીબીઆઈ તપાસની માંગ કરી છે. તેમને વધુમાં કહ્યું છે કે, સપા સરકાર આ હિંસક ઘટનાને ગંભીરતાથી લઈ રહી નથી અને મુખ્યમંત્રી મથુરા ન જઈને બુંદલેખંડનો પ્રવાસ કરી રહ્યા છે. જેના કારણે આ મામલે ‘તટસ્થ ન્યાયિક તપાસ’ થવી જોઈએ, જેનાથી આ દુખદ ઘટનાની જડમાં કોણ છે અને સચ્ચાઈની ખબર પડે. આટલું જ નહીં, માયાવતીએ માંગણી કરી છે કે પ્રદેશમાં જંગલરાજને દર્શાવતી આ ઘટનાની જવાબદારી સ્વીકારીને અખિલેશ યાદવની સરકારે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. માયાવતી આટલેથી રોકાયા નહોતા, તેમને કેંદ્ર સરકારને પણ નિશાને બનાવીને કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના મામલે ભાજપા સરકાર પણ કોંગ્રેસની રાહે જઈ રહી છે. મોદી સરકારના બે વર્ષ પુરા થવા બદલ માયાવતીએ કહ્યું હતું કે, કેંદ્ર સરકારના બે વર્ષના સમયગાળામાં માત્ર હવાઈ-વાયદાઓ સિવાય બીજું કંઈ કર્યું નથી.
વધુ વાંચો





















