શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શાહીનબાગમાં બીજા દિવસે પણ ન આવ્યો કોઇ ઉકેલ, સાધના રામચંદ્રને કહ્યુ- અમે ફરી આવતીકાલે આવીશું
સંજય હેગડેએ કહ્યું કે, પ્રદર્શનથી કોઇને પરેશાની હોવી જોઇએ નહીં. જ્યા સુધી સુપ્રીમ કોર્ટ છે ત્યાં સુધી તમારી વાત સાંભળવવામાં આવશે
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરુવારે ફરી બંન્ને મધ્યસ્થીઓ સંજય હેગડે અને સાધના રામચંદ્રન શાહીન બાગ પ્રદર્શનકારીઓ સાથે વાતચીત માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સાધના રામચંદ્રને કહ્યુ કે, અમારી મધ્યસ્થતા વાર્તા ચાલુ છે અને અમે આવતીકાલે ફરી શાહીન બાગ આવીશું. જોકે, આ અગાઉ તે ખૂબ નારાજ થઇ ગઇ જ્યારે વાતચીત દરમિયાન એક પ્રદર્શકારીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીને ખોટી ગણાવી દીધી હતી. સાધનાએ કહ્યું કે, અહી આવો જ માહોલ રહ્યો તો અમે આવતીકાલે નહી આવીએ. તેમણે અલગ સ્થળ પર મળવાની વાત કરી છે જ્યાં ફક્ત મહિલાઓ જ હોય.
સંજય હેગડેએ કહ્યું કે, પ્રદર્શનથી કોઇને પરેશાની હોવી જોઇએ નહીં. અમે ઇચ્છીએ છીએ કે શાહીન બાગનું પ્રદર્શન દેશ માટે મિસાલ બને. જ્યા સુધી સુપ્રીમ કોર્ટ છે ત્યાં સુધી તમારી વાત સાંભળવવામાં આવશે. તમે છેલ્લા બે મહિનાથી બેઠા છો. અમે ભારતમાં એકસાથે રહીએ છીએ જેથી બીજાને અસુવિધા ના થાય.Delhi: Sanjay Hegde and Sadhana Ramachandran — mediators appointed by Supreme Court reach Shaheen Bagh. They are here for talks with the protesters for the second day. pic.twitter.com/sXoSoy2Mwm
— ANI (@ANI) February 20, 2020
નોંધનીય છે કે શાહીન બાગમાં એનઆરસી અને સીએએના વિરોધમાં મુસ્લિમ સમુદાયના લોકો પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શન 15 ડિસેમ્બરથી ચાલી રહ્યું છે.Sadhna Ramachandran, Supreme Court-appointed mediator: Our mediation talks are continuing and we will come back again tomorrow to Shaheen Bagh. pic.twitter.com/42UQzToY3f
— ANI (@ANI) February 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion