શોધખોળ કરો

LPG કટોકટી વચ્ચે સરકારનો મોટો નિર્ણય, આ લોકોને 5 કિલોના ગેસ સિલિન્ડર આપવામાં મળશે ખાસ પ્રાથમિકતા!

મધ્ય પૂર્વના યુદ્ધને લીધે સર્જાયેલી સ્થિતિમાં મોટી રાહત; રાજ્યોને કોમર્શિયલ ગેસનો 50 ટકા વધુ જથ્થો અપાશે, ગભરાટમાં થતા બુકિંગ ઘટી ગયાનો સરકારનો દાવો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 5 કિલોના નાના LPG સિલિન્ડરને પ્રાથમિકતા મળશે.
  • રાજ્યોને કોમર્શિયલ LPG નો 50% વધારાનો જથ્થો મળશે.
  • લોકોમાં ગેસની અછતનો ડર ઘટ્યો, પેનિક બુકિંગમાં ઘટાડો.
  • ઘરેલું LPG સિલિન્ડરની ડિલિવરી DAC સિસ્ટમ દ્વારા ચાલુ.

LPG crisis: મધ્ય પૂર્વમાં (મિડલ ઈસ્ટ) ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે ઊભી થયેલી LPG ગેસની કટોકટી વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય માણસ અને મજૂર વર્ગને ધ્યાનમાં રાખીને એક ખૂબ જ મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. હવેથી મજૂર વર્ગ અને કામદારોને 5 કિલોના નાના ગેસ સિલિન્ડર પૂરા પાડવા માટે ખાસ પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત, હોટલ-રેસ્ટોરન્ટ અને અન્ય કોમર્શિયલ વપરાશકારોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે 21 માર્ચના રોજ સરકારે રાજ્ય સરકારોને કોમર્શિયલ LPG નો 50 ટકા વધારાનો જથ્થો ફાળવવાની પણ જાહેરાત કરી છે.

'લોકોમાં ગભરાટ ઘટ્યો, પેનિક બુકિંગમાં મોટો ઘટાડો'

સોમવારે (23 માર્ચના રોજ) પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આ અંગે પ્રેસને માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકોમાં હવે LPG ખૂટી પડવાનો ડર ઓછો થયો છે અને ગભરાટમાં થતા એડવાન્સ બુકિંગ (પેનિક બુકિંગ) માં ખાસ્સો ઘટાડો નોંધાયો છે.

તેમણે કહ્યું કે છેલ્લા 3 અઠવાડિયામાં જ લગભગ 3.5 મિલિયન (એટલે કે 35 લાખ) જેટલા નવા ઘરેલુ અને કોમર્શિયલ LPG કનેક્શન આપવામાં આવ્યા છે અથવા તો ચાલુ કરવામાં આવ્યા છે. રિટેલ ગેસ એજન્સીઓ પર અત્યારે પરિસ્થિતિ એકદમ સામાન્ય છે. ભલે ઈન્ટરનેશનલ માર્કેટમાં ગેસનો સપ્લાય થોડો ચિંતાનો વિષય હોય, પરંતુ આપણા સ્થાનિક વિતરકો (ડિસ્ટ્રીબ્યુટર્સ) પાસે ગેસની કોઈ જ અછત નથી.

રાજ્યોને કોમર્શિયલ ગેસનો સપ્લાય વધારાયો

કોમર્શિયલ સિલિન્ડરના વપરાશ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, હવે લગભગ 50 ટકા જેટલો કોમર્શિયલ LPG સીધો રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કેન્દ્ર સરકારે રાજ્યોને ખાસ અપીલ કરી છે કે તેઓ રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ, ઔદ્યોગિક કેન્ટીન, ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ, ડેરી, સબસિડીવાળી સરકારી કેન્ટીન, કોમ્યુનિટી કિચન અને ખાસ કરીને રોજનું કમાઈને ખાતા સ્થળાંતરિત મજૂરો (માઈગ્રન્ટ વર્કર્સ) માટે 5 કિલોના FTL (ફ્રી ટ્રેડ LPG) સિલિન્ડરની ખાસ વ્યવસ્થા કરે. અત્યાર સુધીમાં 20 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ નવી સિસ્ટમ લાગુ કરી દીધી છે અને આશરે 15,800 ટન કોમર્શિયલ ગેસનું વિતરણ પણ થઈ ચૂક્યું છે.

ઘરેલુ ગેસની ડિલિવરી રાબેતા મુજબ ચાલુ

મંત્રાલય તરફથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે લોકોના ઘરમાં વપરાતા રેગ્યુલર LPG સિલિન્ડરની ડિલિવરી એકદમ સામાન્ય રીતે ચાલી રહી છે. હાલમાં મોટાભાગની ડિલિવરી સુરક્ષા માટે 'ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ' (DAC) સિસ્ટમ દ્વારા જ કરવામાં આવી રહી છે. દેશમાં કોઈ પણ ગેસ એજન્સી કે વિતરક પાસે ગેસની અછત હોવાની કોઈ જ ફરિયાદ હજુ સુધી મળી નથી.

Frequently Asked Questions

યુદ્ધની સ્થિતિમાં LPG ગેસની અછતને પહોંચી વળવા સરકારે શું પગલાં લીધા છે?

મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે LPG ગેસની કટોકટીને પહોંચી વળવા, સરકારે મજૂર વર્ગ માટે 5 કિલોના નાના ગેસ સિલિન્ડરને પ્રાથમિકતા આપી છે. કોમર્શિયલ વપરાશ માટે 50% વધારાનો જથ્થો ફાળવવાની પણ જાહેરાત કરી છે.

LPG ગેસની અછત અંગે લોકોમાં ગભરાટ ઓછો થયો છે?

હા, પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લોકોમાં LPG ખૂટી પડવાનો ડર ઘટ્યો છે અને ગભરાટમાં થતા એડવાન્સ બુકિંગમાં મોટો ઘટાડો નોંધાયો છે.

નવા LPG કનેક્શનની સ્થિતિ શું છે?

છેલ્લા 3 અઠવાડિયામાં લગભગ 35 લાખ જેટલા નવા ઘરેલુ અને કોમર્શિયલ LPG કનેક્શન આપવામાં આવ્યા છે અથવા તો ચાલુ કરવામાં આવ્યા છે. રિટેલ ગેસ એજન્સીઓ પર પરિસ્થિતિ સામાન્ય છે.

રાજ્યોને કોમર્શિયલ ગેસનો સપ્લાય કેવી રીતે વધારવામાં આવ્યો છે?

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લગભગ 50% જેટલો કોમર્શિયલ LPG સીધો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ રેસ્ટોરન્ટ, હોટલ અને સ્થળાંતરિત મજૂરો માટે 5 કિલોના સિલિન્ડરની વ્યવસ્થામાં મદદ કરશે.

ઘરેલુ LPG સિલિન્ડરની ડિલિવરી રાબેતા મુજબ ચાલુ છે?

હા, ઘરેલુ LPG સિલિન્ડરની ડિલિવરી સામાન્ય રીતે ચાલી રહી છે. મોટાભાગની ડિલિવરી 'ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ' (DAC) સિસ્ટમ દ્વારા સુરક્ષિત રીતે કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget